એડવોકેટ કિરીટ જોષી હત્યા કેસના આરોપીના રેગ્યુલર જામીન નામંજૂર કરતી હાઇકોર્ટ
સને-2018 ના વર્ષ મા જામનગર માં ટાઉન હોલ,પાસે એડવોકેટ કિરીટભાઈ જોષી ની આરોપી જયસુખ ઉર્ફે જયેશ પટેલ ના સાગ્રીતો એ છરી ના આડેધડ ઘા મારી ગંભીર ઇજા કરી હત્યા નિપજાવી હતી. જે કેસ મા એક આરોપી ની રેગ્યુલર જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા ના મંજુર કરવામાં આવી છે.
ફરીયાદી એડવોકેટ અશોકભાઇ જોષી એ પોતાના ભાઈ ની હત્યા અંગે આરોપી જયસુખ મુળજીભાઇ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલ (રહે.જામનગર) તેમજ અજાણ્યા ઇસમો વિરુધ્ધ ફરીયાદ નોંધાવેલ .જેની તપાસ ડીવાયએસપી આર.બી.દેવઘા ચલાવી રહેલ છે.તેમજ જામનગર એલ.સી.બી.પોલીસ ઇન્સ વી.એમ.લગારીયા તપાસનીસ અઘિકારી ની સાથે તપાસ ટીમમા મદદમા રહેલ છે. જામનગરમા એડવોકેટ કિરીટભાઈ જોષી ખૂન કેસમા આરોપી દિલીપ નટવરલાલ પુજારા (રહે.અમદાવાદ) સાગ્રીતો સાથે હત્યા ને અંજામ આપી, આ આરોપી નેપાળ, ભુતાન તેમજ ભારત ના અલગ અલગ રાજય આસામ, બિહાર, ઓરીસ્સા, તેલગાણા,તમિલનાડુ, વેસ્ટ બંગાળ, મહારાષ્ટ્ર સંતાતો ફરતો હતો, ત્યાર પછી ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવી થાઇલેન્ડ,(બેન્કોક,પતાયા) સેનેગલ દેશમા નાશી ગયેલ હતો, ત્યાર બાદ માર્ચ-2021 ના વર્ષમા આરોપી દિલીપભાઇ પુજારા ભારત પરત આવી, વેસ્ટ બંગાળ ના કલકતા મુકામે અન્ય સાગ્રીતો સાથે સંતાનો છુપાયેલ હોવા ની માહિતીના આઘારે પકડી પાડવામા આવ્યો હતો, આ કેસના સ્પેશ્યલ સરકારી વકિલ તરીકે અનીલ દેસાઇ રોકાયેલ છે.
આ કેસના આરોપી દિલીપ નટવરલાલ પુજારા એ ગુજરાત હાઇકોર્ટ મા રેગ્યુલર જામીન પર મુકત થવા અરજી કરી હતી ,જે કેસમા તપાસનીસ અઘિકારી આર.બી.દેવઘા એ રજુ કરેલ પુરાવા તથા ગુજરાત હાઇકોર્ટ ના સરકારી વકિલ તથા મુળ ફરીયાદી તરફે વકિલ પ્રેમલ રાચ્છ એ દલીલ કરી હતી, અને આરોપી નો ગુનાહિત ભૂતકાળ તથા અગાઉ ના ખૂન કેસમા પેરોલ ડુપ્લીકેટ પાસપોર્ટ બનાવી દેશ છોડી ભાગી ગયેલ,અને 3 વર્ષ થી વઘુ સમય ફરારી રહેલ,તેમજ કેસની ગંભીરતા ને ધ્યાને લઇ, ગુજરાત હાઇકોર્ટ તરફ થી આરોપી દિલીપ પુજારા ના રેગ્યુલર જામીન ના મંજુર કરવા નો હુકમ કરવામા આવ્યો છે.
