ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પૂર્વ IPS સંજીવ ભટ્ટને રાજકોટ જેલમાંથી ટ્રાન્સફર કરવાની અરજી ફગાવતી હાઇકોર્ટ

01:03 PM Oct 21, 2025 IST | admin
Advertisement

 

Advertisement

IPS સંજીવ ભટ્ટની પત્ની શ્વેતા ભટ્ટ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં બે અરજી કરવામાં આવી હતી. જેમાં એક અરજી સંજીવ ભટ્ટને રાજકોટ જેલથી પાલનપુર જેલ ટ્રાન્સફરની અને બીજી અરજી રાજ્ય સરકારને સંજીવ ભટ્ટને ક્લાસ 1 કેદી તરીકે જાહેર કરતા નિર્દેશ માંગતી હતી. જોકે, ગુજરાત હાઇકોર્ટે આ બંને અરજી ફગાવી દીધી છે.

શ્વેતા ભટ્ટે પતિ સંજીવ ભટ્ટને ક્લાસ 1 કેદી તરીકે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવા હાઈકોર્ટના નિર્દેશ માંગતી અરજી કરી હતી. જેમાં જણાવ્યા મુજબ બોમ્બે જેલ મેન્યુઅલ અનુસાર આવા કેદીઓને ટેબલ, ખુરશી, બેડ જેવી વ્યવસ્થાઓ મળે છે. અરજદારના પતિ IPS ઓફિસર રહ્યા છે અને સિનિયર સિટીઝન છે. તેઓને કસ્ટોડિયલ ડેથ કેસમાં જામનગરની કોર્ટ આજીવન કારાવાસની સજા ફટકારી હતી. તો પાલનપુરની કોર્ટે ગઉઙજ કેસમાં પણ સજા ફટકારી હતી.

હાલમાં સંજીવ ભટ્ટ રાજકોટની જેલમાં બંધ છે. જ્યાં મોટાભાગે હાર્ડકોર ક્રિમિનલ બંધ છે. સંજીવ ભટ્ટ ઈંઈંઝ સ્કોલર રહી ચૂક્યા છે. તેમની પુત્રી સર્જન અને પુત્ર લંડનથી આર્કિટેક છે. સંજીવ ભટ્ટને સ્ટ્રેસ અને આર્થરાઇટિસની બીમારી છે. ડોક્ટરની સલાહ મુજબ તેઓ પગ વાળીને બેસી શકતા નથી.

સરકારી વકીલે અરજદારની અરજીનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, દોષિત ઠરેલા કેદીઓ માટે કોઈ ક્લાસની સગવડ હોય નહીં. તેઓ વર્ષ 2019 થી જેલમાં છે, ત્યારથી તેઓએ કોઈ આવી અરજી કરી નથી. તેઓને પાલનપુરથી રાજકોટની જેલમાં ટ્રાન્સફર કરાતા આ અરજી કરી છે. તેમને પાલનપુરની જેલમાં કોઈ વાંધો ન હતો.

અરજીનો વિરોધ કરતા સરકારી વકીલે જણાવ્યું હતું કે અત્યારે પણ કેટલાક ઈંઅજ અને IPS ઓફિસર જેલમાં છે. તેઓએ આવી કોઈ માગ કરી નથી. ગુનેગારે કયો અને કેવો ગુનો કર્યો છે. તે પણ કોર્ટે ધ્યાને લેવુ જોઈએ. જેલમાં સ્પેશિયલ ક્લાસ પાડી શકાય નહીં. કેદીઓને જોખમી વસ્તુઓ આપી શકાય નહીં. ડોક્ટરની સલાહમાં ક્યાય આર્થરાઈટીસનો ઉલ્લેખ નહીં. જેલ રીપોર્ટ મુજબ સંજીવ ભટ્ટને કોઇ તકલીફ નથી. યુવાનોને શરમાવે તેવી કસરત તેઓ કરે છે.

Tags :
gujaratgujarat newsIPSIPS Sanjiv Bhattrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement