કોર્ટમાં બોગસ વ્યક્તિને રજૂ કર્યાની વકીલ સહિતના સામેની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટનો હુકમ
કરોડો રૂૂપીયાની કિંમતી જમીનમાં વારસાઈ હકક (પ્રોબેટ) મેળવવા રાજકોટ સિવીલ કોર્ટમાં ખોટા વ્યકિતઓને રજૂ કરી કોર્ટ સાથે બનાવટ કરાતા આરોપી હર્ષદ માણેક (વકીલ), મીનાબા રાજેન્દ્રસિંહ ચાવડા સહિતાનાઓ વિરૂૂધ્ધ નોંધાયેલી ફરિયાદ. હાઈકોર્ટ દ્વારા રદ (કવોશ) કરવામાં આવી છે. વધુ વિગત મુજબ રાજકોટ સિવીલ કોર્ટમાં મીનાબા રાજભા ચાવડા (રહે. જામનગર ) પોતાની સ્થાવર મીલ્કતના વારસાઈ હકક મેળવવા પ્રોબેટ સર્ટીફીકેટ માટેની અરજી તેમના વકીલ હર્ષદ માણેક મારફત દાખલ કરાયેલ હતી, જે અરજીના કામે મીનાબાએ મીલ્કતના વારસદારો ખોટા ઉભા કરી તે ખોટા વ્યકિતઓના સોગંદનામાઓ કોર્ટના રજીસ્ટ્રાર સમક્ષ ખરા સાહેદોને બદલે ખોટા વ્યકિતઓના નામ અને ફોટા રજુ કરાવી અને આવા ખોટા વ્યકિતઓની વકીલ હર્ષદ માણેકે ઓળખ આપી કોર્ટની ન્યાયીક કાર્યવાહીમાં ખોટો સોગંદનામા રજુ કર્યા અંગેની સીવિલ કોર્ટના રજીસ્ટ્રાર દ્વારા ભારતીય ન્યાય સંહિતાની કલમ હેઠળ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. નોંધાવેલ હતી.
આરોપીઓ વિરૂૂધ્ધ એફ.આઈ.આર. દાખલ થતાં આરોપી હર્ષદકુમાર શાંતીલાલ માણેક(વકીલ), મીનાબા રાજેન્દ્રસિંહ ચાવડા સહીતના ઓએ હાઈકોર્ટમાં તેમની સામે થયેલ એફ.આઈ.આર. તથા આનુસાંગીક કાર્યવાહીઓ રદ કરવા એડવોકેટ તુષાર ગોકાણી મારફતે અરજી કરી હતી. આરોપીઓ તરફે કરવામાં આવેલ અરજીમાં એવી રજૂઆત કરવામાં આવેલ હતી કે, અદાલત દ્વારા ફરીયાદ દાખલ કરવા આદેશ કરેલ હતો જયારે રજીસ્ટ્રાર દ્વારા ફરીયાદને બદલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એફ.આઈ.આર. નોંધાવવામાં આવેલ હતી જે હકીકત ફોજદારી કાયદાના પાયાના સિધ્ધાંતોની વિરૂૂધ્ધની છે. જે જોગવાઈઓ મુજબ પોલીસ એફ.આઈ.આર. ટકવાપાત્ર જ નથી અને તે સંદર્ભેની કાનુની જોગવાઈઓની વિસ્તૃત છણાવટ કરવામાં આવેલ હતી.
એડવોકેટ હર્ષદ માણેકના નામનો હુકમ ન હોવા છતાં રજીસ્ટ્રારે આપમેળે એડવોકેટ હર્ષદ માણેકને એફ.આઈ.આર.માં આરોપી તરીકે દર્શાવેલ છે જે પણ કાયદા મુજબ નથી, જે તમામ હકીકત ઘ્યાને લઈ પોલીસ એફ.આઈ.આર. રદ કરવી જોઈએ તેવી ભારપુર્વક રજૂઆતો કરી માંગણી કરેલ હતી.તમામ રજૂઆતોના અંતે હાઈકોર્ટ દ્વારા આરોપીઓ તરફે ઉઠાવવામાં આવેલ કાનુની મુદ્દા સ્વીકાર કરી હર્ષદકુમાર માણેક (વકીલ), મીનાબા રાજેન્દ્રસિંહ ચાવડા, રાજેન્દ્રસિંહ ચાવડા વિરૂૂધ્ધની એફ.આઈ.આર. ટકવાપાત્ર ન હોવાનું ઠરાવી, સીવિલ કોર્ટના રજીસ્ટ્રાર દ્વારા નોંધાવવામાં આવેલ પોલીસ એફ.આઈ.આર. રદ કરવાનો આદેશ કરેલ છે. વકીલ હર્ષદ માણેક સહિત તમામ આરોપીઓ વતી રાજકોટના ખ્યાતનામ ધારાશાસ્ત્રી તુષાર ગોકાણી, રીપન ગોકાણી, કેવલ પટેલ, હાર્દિક શેઠ, ઉઝેર કુરેશી, જશપાલસિંહ જાડેજા, યશ વૈષ્ણવ, વિરમ ધ્રાંગીયા, નદિમ ધંધુકિયા, વિશાલ કૌશીક, ભૂમિકા નંદાણી, દિવ્યમ દવે, નૈમીષ રાદડીયા, કેવિન ભીમાણી રોકાયેલ હતા.
