HIVગ્રસ્ત CRPFની મહિલાને પ્રમોશન આપવા હાઇકોર્ટનો આદેશ
ગુજરાત હાઈકોર્ટમાં HIV ગ્રસ્ત CRPF મહિલા કર્મચારીએ અરજી દાખલ કરી હતી જેમા બિમારીને લીધે તેનું પ્રમોશન અટકાવવામાં આવ્યું હોવાની રજૂઆત કરી હતી. હાઈકોર્ટે આ મહિલા કર્મચારીની અરજી ગ્રાહ્ય રાખીને તેને પ્રમોશન આપવા આદેશ કર્યો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે બિમારીને કારણે હકદારનું પ્રમોશન અટકવું ના જોઈએ. ગુજરાત હાઈકોર્ટમા HIVગ્રસ્તCRPF મહિલા કર્મચારીએ અરજી દાખલ કરી હતી. આ અરજીમાં તેનું પ્રમોશન બિમારીને કારણે અટકાવવામાં આવ્યું હોવાની રજૂઆત કરી હતી.
આ મહિલા કર્મચારીએ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ મિનિસ્ટ્રીયલ પોસ્ટના પ્રમોશનના વર્ષ 2011 ના નિયમોને પડકાર્યા હતા તેને પ્રમોશન નહીં આપવા અંગેના કારણોમાં જણાવાયું હતું કે, આ નિયમો અંતર્ગત શેપ 1 કેટેગરીમાં આવતી નથી અને મેડિકલ બોર્ડના અભિપ્રાય મુજબ તે ઉચ્ચ કક્ષાની બીમારીથી પીડિત છે. આ અરજીનો ચૂકાદો આપતાં હાઈકોર્ટે કહ્યું હતું કે અરજદાર મહિલા સાથે ભેદભાવ ભરી નીતિ અપનાવાઈ છે અને તેને પ્રમોશનથી વંચિત રખાઈ છે.
હાઈકોર્ટે મહિલાની અરજી ગ્રાહ્ય રાખીને તેને પ્રમોશન આપવા આદેશ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, બિમારીને લીધે હકદારનું પ્રમોશન અટકવું ના જોઈએ. 2 મહિનામાં પ્રમોશન અને એરિયર્સનો લાભ આપવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, આવા નિયમો બંધારણીય હકનો ભંગ કરે છે અને આ પ્રકારના ભેદભાવ દૂર થવા જોઈએ. કોર્ટે એવું પણ કહ્યું હતું કે, બિમારીના મુદ્દા પર હકદારનું પ્રમોશન રોકી શકાય નહીં.