જૂનાગઢ મકાન દુર્ઘટનામાં જવાબદારો સામે ગુનો દાખલ કરવા હાઇકોર્ટનો આદેશ
આર.ટી.આઈ. માં માંગવામાં આવેલ જવાબમાં ઘટસ્પોટ થયો કે જુનાગઢ મ્યુ. કોર્પોરેશન દ્વારા બિલ્ડિંગ ડિમોલિશન ની 2023માં આપેલ નોટીસમાં 1976 માં મૃત્યુ પામેલ માલિક તુલસીદાસ વિરજી પીઠડીયા ની સહી કરાવેલ હોવાનું બહાર આવ્યું.
જાણે કે પાપ છાપરે ચડીને પોકારતું હોય તેમ ગત જુલાઇ-2023 માં જુનાગઢ શહેરમાં થયેલ પ્રચંડ જળ હોનારત પછી કડીયાવાડા વિસ્તારમાં બે માળનું મકાન ઘસી પડતાં ત્રણ વ્યક્તિ નું મૃત્યુ પામેલ હતા પાછળથી મૃતક ના પત્ની એ પણ આત્મહત્યા કરી લેવાં અરેરાટીભર્યા કેસમાં હાઈકોર્ટએ આ બનાવમાં જુનાગઢ મ્યુ. કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારીના પુરાવા પૂરી રીતે ચકાસી જો ગુન્હો બનતો હોય તો ફરિયાદ લેવાનું ડાઇરેક્શન આપતો હુકમ કરતાં જુનાગઢ મ્યુ. કોર્પોરેશન અધિકારીઓમાં દોડધામ મચી જવા પામી છે. આ કેસમાં મૃત્યુ પામેલ પરિવારના એક વ્યક્તિએ કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી અંગે પોલીસ અધીક્ષક સમક્ષ ફરિયાદ કરવામાં આવેલ હતી પરંતુ જે તે સમયે મ્યુ. ના અધિકારીઓ સામે બેદરકારીના આક્ષેપો થયા પછી ઉલ્ટાના મ્યુ. ના અધિકારીઓની અરજીના આધારે પોલીસ એ જર્જરીત મકાનના માલિક સામે ગુન્હો દાખલ કર્યો હતો જેમાં આરોપી તરીકે ત્રણ વ્યક્તિઓ નો નામ સામેલ કરવામાં આવેલ હતું 1) તુલસીદાસ વિરજીભાઈ પીઠડીયા, 2) નારણદાસ વિરજી પીઠડીયા અને 3) રતિલાલ વિરજી પીઠડીયા, પરંતુ પોલીસ અધીક્ષક માં અરજી કરનાર અરજદારે આ બાબત હાઈકોર્ટમાં પડકાર્તા ગુજરાત હાઇકોર્ટે મૃત્યુ પામેલ પરિવારના સંબંધીની અરજીના દસ્તાવેજી પૂરાવા ચકાસી જવાબદારો સામે ગુન્હો નોંધવા હાઇકોર્ટે જણાવ્યું છે. આ કેસમાં એ સમયે જે વ્યક્તિ મૃત્યુ પામી છે તેની સામે કોર્પોરેશને પોલીસ ફરિયાદ તો નોંધાવી છે પણ આ બાબતમાં રજૂ કરેલ પુરાવો એટલે કે મકાન માલીકને આપવામાં આવેલ નોટિસમાં મૃત્યુ પામેલ વ્યક્તિની સહી હોવાનો પુરાવો હાઇકોર્ટમાં રજૂ થયો છે.