શ્રીનાથજી મઢી આશ્રમના મહંત યોગી ધર્મનાથજી ધામેલિયાને ગાંજાના ગુનામાં જામીન મુક્ત કરતી હાઈકોર્ટ
લોધીકા તાલુકાના વાજડી વડ ગામ સીમમાં આવેલા શ્રીનાથજી મઢી આશ્રમમાં રૂૂપિયા 64 હજાર ના કિંમતના 6 કિલો અને 490 ગ્રામ લીલા ગાંજાના છોડ સાથે ઝડપાયેલા મહંત યોગી શ્રી ધર્મનાથજી ઉર્ફ જીગ્નેશ ધામેલીયા ને હાઇકોર્ટ જામીન ઉપર મુક્ત કરતો હુકમ કર્યો છે.
વધુ વિગત મુજબ શહેરના કાલાવડ રોડ નજીક આવેલા મેટોડા પાસે વાજડી (વડ) ગામની સીમમાં આવેલા શ્રીનાથજી મઢી આશ્રમ ગાંજાનું વાવેતર હોવાનું એસસોજીને મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી આશ્રમમાં રૂૂપિયા 64000 ની કિંમત તેના 6 કિલો અને 490 ગ્રામ ગાંજાના જથ્થા સાથે મહંત યોગી ધર્મનાથજી ઉર્ફે જીગ્નેશ ધામેલીયાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા જેલ હવાલે કર્યો હતો. હાલ જેલહવાલે રહેલા યોગી ધર્મનાથજી ઉર્ફે જીગ્નેશ ધામેલીયાની સેશન્સ કોર્ટે રેગ્યુલર જામીન અરજી ફગાવી દીધી હતી.
જે હુકમથી નારાજ થઇ હાઇકોર્ટમાં જામીન મેળવવા અરજી કરી હતી.જે હરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષના એડવોકેટ દ્વારા કરવામાં આવેલી લેખિત મૌખિક દલીલમાં તપાસ પુર્ણ થતા પહેલા ફરીયાદ મુજબ છોડનુ વાવેતર કરેલ નહી હોવાનુ અને મહંતના કબજામાંથી નાર્કોટીકસ પદાર્થ કબજે લેવાયેલ ન હોય તેવી હકીકત સ્પષ્ટ હોય તેવા સંજોગો મુજબ અને સુપ્રિમ કોર્ટ અને અલગ અલગ હાઈકોર્ટના ચુકાદાઓ ટાંકી ધારદાર રજુઆતો કરતા ગુજરાત હાઈકોર્ટ ધ્વારા મહંતને જામીન મુક્ત કરવા આદેશ ફરમાવેલો છે. શ્રીનાથજી મઢીના મહંત યોગી ધરમનાથ ગુરૂૂ દેવીનાથજી વતી મેહુલ પાડલીયા , ગોંડલીયા એસોસીએટસના જયેન્દ્ર એચ. ગોડલીયા, હિરેન ડી. લિંબડ, દિલીપસિંહ જાડેજા, મોનિષ જોષી, પારસ શેઠ, કુલદિપસિંહ વાઘેલા, કરણ ડી. કારીયા (ગઢવી), કાજલબેન ખસમાણી, શીરાકમુદ્દીન એમ. શેરશીયા, ખુશીબેન ચોટલીયા, નીરાલીબેન કોરાટ, વિરલ વડગામા, ક્રિષ્નાબેન પીઠડીયા, પીયુષ કોરીંગા, મૌલીક ગોધાણી, સમીર શેરશીયા, ધારા બગથરીયા, પ્રિયંકાબેન સાગધ્રા, કેતન રાખસીયા, દિક્ષીત કોટડીયા, મયુર ગોંડલીયા, ધવલ જેઠવા, મનીષ ત્રીવેદી, મનીષ ઠાકર, યશ સોની, ભુમી મહેતા, દિપક રાઠોડ, કૌશીક ઉનાગર, યશ રાદડીયા તથા પ્રિયાંશ ધિનોરા, પદમાવતીબેન રોકાયેલ હતા.