જૂનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીને લાંચ કેસમાં જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
સીડ્સ ગોડાઉનમાંથી લીધેલા બિયારણના નમૂનાના કલીન ચીટ માટે 10 હજારની લાંચ લેતા ઝડપાયા’તા
સીડ્સ ગોડાઉનમાંથી લીધેલા બિયારણના નમુનાના ક્લીન ચીટ માટે રૂૂપિયા 10,000ની લાંચ લેતા ઝડપાઈને જેલ હવાલે થયેલા જુનાગઢ જિલ્લા ખેતીવાડી અધિકારીની જામીન અરજી હાઇકોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે.
આ અંગેની હકીકત મુજબ, જુનાગઢ ખાતે ધર્મનંદન એગ્રી સીડસ નામથી સીંગદાણાના ગોડાઉનમાંથી લેવાયેલા સીંગદાણાના નમુના મામલે ક્લીન ચીટ આપવા વેપારી ચેતન ગોવીંદભાઈ પાનેલીયા પાસેથી જુનાગઢ જિલ્લા ખેતીવાડી અધીકારી મયંક પ્રવીણભાઈ સીદપરાએ રૂૂપિયા 10000 ની લાંચ માંગી હોવાની એન્ટીકરપ્શન બ્યુરોમાં ફરિયાદ નોંધાઇ હતી, જેમાં ફોનમાં થયેલી વાતચીતના આધારે અધિકારી વતી કેતનભાઇને નાણા સુપ્રત કરવાનું કહેવામાં આવ્યું હતું. આથી ખેતીવાડી અધીકારી તથા કેતનભાઈ બંને વિરૂૂધ્ધ ધોરણસર થવા ફરિયાદ આપતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી.
તેમજ ધોરણસરની કાર્યવાહી બાદ બંને જેલ હવાલે થયા હતા, તેમાં ચાર્જશીટ થઈ ગયા પછી જિલ્લા ખેતીવાડી અધિકારી મયંક સીદપરાની રેગ્યુલર જામીન પર મુક્ત થવાની અરજી જુનાગઢની સેશન્સ અદાલત દ્વારા નામંજુર થતા આરોપી મયંક સીદપરાએ ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરી હતી. તેમાં બંને પક્ષની રજુઆતો, રેકર્ડપરની હકીકતો લક્ષે લેતા તેમજ ગુનાની તપાસ પુર્ણ થઈ ગયેલ હોય ચાર્જશીટ ફાઈલ થઈ થઈ ગયા સહિતની હકીકતો ધ્યાને લઇ હાઇકોર્ટ દ્વારા મયંક સીદપરાના રેગ્યુલર જામીન મંજૂર કરવામાં આવ્યા છે. આ કામમાં આરોપી વતી રાજકોટના સુરેશ ફળદુ એન્ડ એશોશીયેટસના એડવોકેટ 2ીપલ ગેવરીયા, યુવરાજ વેકરીયા, વિવેક ભંડેરી, હાર્દીક વાગડીયા, વિવેક લીબાસીયા, જસ્મીન દુધાગરા, અભય સભાયા તથા અમદાવાદના પ્રતીક જસાણી રોકાયા હતા.