For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોલીસમેન પાસેથી લાંચ લેવાના ગુનામાં પરીક્ષા વિભાગના ક્લાર્કને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

05:14 PM Jul 02, 2025 IST | Bhumika
પોલીસમેન પાસેથી લાંચ લેવાના ગુનામાં પરીક્ષા વિભાગના ક્લાર્કને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા સેમેસ્ટર 6 નું એટીકેટીનું ફોર્મ શરત ચૂકથી ભરાવાનું રહી જતા ફોર્મ ભરવા રૂૂ. 5,000 ની લાંચ લેતા ઝડપાયેલા પરીક્ષા વિભાગમાં કરાર આઘારીત ક્લાર્ક હિરેનભાઈ જગદીશભાઈ પદવાણીને હાઈકોર્ટએ જામીન ઉપર છોડી મૂકવા હુકમ કર્યો છે.

Advertisement

આ કેસની હકીકત મુજબ અભ્યાસ કરાતા વિદ્યાર્થીને સેમેસ્ટર-6 નું એટીકેટી માટેનું ફોર્મ ભરવાનું શરત ચૂકથી રહી ગયું હતું. જે સેમેસ્ટર-6નું લેટ ફોર્મ ભરાવા માટે ક્લાર્ક હિરેનભાઈ જગદીશભાઈ પદવાણી ફરિયાદી વિદ્યાર્થી પાસે ગેરકાયદે લાંચ રૂૂા.5,000 ની માંગણી કરી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય ફરીયાદ આધારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પરીક્ષા વિભાગ કચેરી ખાતે ગોઠવાયેલ લાંચના છટકા દરમ્યાન કરાર આધારિત ક્લાર્ક હિરેનભાઈ જગદીશભાઈ પદવાણીએ ફરીયાદી પોલીસમેન પાસેથી લાંચની રકમ રૂૂા.5,000 સ્વીકારતા એ. સી.બી. દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. તપાસ પૂર્ણ થતા હિરેન પદવાણીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો. બાદ આરોપી વિરૂૂધ્ધ અદાલતમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતું. ચાર્જશીટ બાદ આરોપી હીરેનભ પદવાણીની રાજકોટ સેશન્સ અદાલતમાં રેગ્યુલર જામીન અરજી રદ કરવામાં આવી હતી.

બાદ ગુજરાત હાઈકોર્ટમાં રેગ્યુલર જામીન અરજી કરવામાં આવી હતી. આરોપીને આ ગુન્હામાં ખોટી રીતે સંડોવી દીધેલ છે. લાંચની રકમ રીકવરી થયેલ નથી તેઓ ધ્વારા કોઈપણ રકમની માંગણી કરેલ ન હોવા છતા તેઓને ખોટી રીતે કેસમાં ફીટ હવામાં આવેલ છે, તમામ તપાસ પુર્ણ થઈ ગયેલ છે તેમજ રીકવરી ડીસ્કવરી પુર્ણ થઈ ગયેલ છે હાલ તપાસના કામે આરોપીની કોઈ જરૂૂરીયાત રહેતી નથી તેવા સંજોગોમાં આરોપીને જામીન મુકત કરવા જોઈએ તેવી દલીલો કરવામાં આવેલ. હાઈકોર્ટ ધ્વારા શરતી જામીન ઉપર મુકત કરવા હુકમ ફરમાવેલ હતો.આ કામમાં હાઈકોર્ટમાં એડવોકેટ વિશાલભાઈ આણંદજીવાલા, રાજકોટના ધારાશાસ્ત્રી ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, મીલન જોષી, જયવિર બારૈયા, દિપ પી. વ્યાસ, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, સાગરસિંહ પરમાર, જય અકબરી તથા યશેશ ખેર એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement