સાયબર ફોડના ગુનામાં આરોપીને જામીન મુક્ત કરતી હાઇકોર્ટ
વડોદરામાં રહેતા ફરીયાદી વિક્રમભાઈ શાંતીલાલ પટેલને રજીસ્ટર ન થયેલ હોય તેવી સ્ટોક ઈનવેસ્ટમેન્ટની એપલીકેશન ડાઉનલોડ કરાવી પ્રશાંત ગીરીશભાઈ યોગાનંદીએ બ્રોકર તરીકે તે એપલીકેશનમાં રૂૂા. 2,93,71,000 અલગ અલગ બેંક એકાઉન્ટમાં મેળવી સ્ટોક/આઈપીઓમાં રોકાણ કરાવી રૂૂપિયા પરત નહી આપી બ્રોકર તરીકે છેતરપીંડી આચરી હોવાની ગાંધીનગર સી.આઈ.ડી. સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
જે ગુનામાં પ્રશાંત ગીરીશભાઈ યોગાનંદીની પોલીસે ધરપકડ કરી હતી. ચાર્જશીટ બાદ આરોપીની જામીન અરજી સેશન્સ કોર્ટમાં રદ થતા આરોપીએ હાઈકોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી. જે જામીન અરજી ચાલવા ઉપર આવતા બંને પક્ષની રજુઆત બાદ આરોપીના બચાવ પક્ષે રોકાયેલા વકીલ દ્વારા કરવામાં આવેલી દલીલો અને ટાંકેલા ઉચ્ચ અદાલતના ચુકાદાઓ ધ્યાને લઇ હાઈકોર્ટે આરોપી પ્રશાંત ગીરીશભાઈ યોગાનંદીની રેગ્યુલર જામીન અરજી મંજુર કરતો હુકમ કર્યો હતો.
આ કેસમા આરોપી વતી રાજકોટના સીનીયર એડવોકેટ જીતેન્દ્રસિંહ પરમાર, સચીનભાઈ સોલંકી, ચિરાગભાઈ મેતા, રાજેન્દ્રસિંહ પરમાર, વિજયભાઈ જોશી, ઈકબાલભાઈ થૈયમ, એસ.એમ.ડાભી, નીરજભાઈ મહેતા અને હાઈકોર્ટમાં ધ્રુવીનભાઈ ભુપતાણી રોકાયા હતા.
