ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સુરત બિટકોઇન કેસમાં 9 કોન્સ્ટેબલને હાઇકોર્ટે આપ્યા જામીન, એકનું મોત થઇ ગયું છે

05:24 PM Dec 03, 2025 IST | Bhumika
Advertisement

ભાજપના પૂર્વ ધારાસભ્ય કોટડિયા સહિત 14ને અઈઇ કોર્ટે આજીવન કારાવાસની સજા ફટકારી હતી

Advertisement

સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરી 176 બિટકોઇન ટ્રાન્સફર કરવા અને 32 કરોડની ખંડણી માગવાના ગુન્હામાં ભાજપના પૂર્વ MLA નલિન કોટડિયા સહિત 14 આરોપીને દોષિત ઠરાવી અમદાવાદ ACB કોર્ટે આજીવન કેદની સજા કરવામાં આવી હતી. જે મામલે તમામ દોષિતોએ ગુજરાત હાઇકોર્ટમાં અપીલ દાખલ કરી ચુકાદાને પડકાર્યો છે. સાથે જ જામીન અરજી મૂકી હતી. જે પૈકી ગુજરાત હાઇકોર્ટે પહેલા અધિકારીઓના આદેશ ઉપર કામ કરનારા 9 પોલીસ કોન્સ્ટેબલ વિજય વાઢેર, બાબુ ડેર, સંજય પદમણી, મયુર માંગરોળીયા, પ્રતાપ ડેર, જગદીશ ઝણકાટ સુરેશ ખુમાણ, નૂર શિરામાણ અને ઉમેદ કુમાર મહેતાને જામીન આપ્યા છે.

ઉલ્લેખનીય છે કે નૂર શિરમાણનું કેન્સરથી મૃત્યુ નિપજ્યું છે.આ મામલે ગત ઓગસ્ટ મહીનામાં અમદાવાદ ACB કોર્ટે નલિન કોટડિયા સહિત અમરેલીના તત્કાલિન પોલીસ અધિક્ષક જગદીશ પટેલ અને PI અનંત પટેલ, કોન્સ્ટેબલો સહિત 14 આરોપીને દોષિત ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી. આ કેસમાં ગુજરાત પોલીસ અને રાજકીય નેતાઓની સંડોવણી અત્યંત વિવાદીત અને ચર્ચાસ્પદ બની હતી. અઈઇની કોર્ટે આરોપીઓને સજા જાહેર કરવાની સાથે હોસ્ટાઈલ થયેલા 25 વ્યક્તિ સામે કાનૂની કાર્યવાહી કરવાનો નિર્દેશ પણ આપ્યો હતો. તે ઉપરાંત એક આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ છોડવામાં આવ્યો હતો.આ કેસની વિગતો જોતા વર્ષ 2018માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટ પાસેથી ખંડણીના મામલે કેસ નોંધાયો હતો.

એક ફાયનાન્સ કંપનીમાં શૈલેષ ભટ્ટે બિટકોઇનમાં રોકાણ કર્યું હતું, જેના રૂૂપિયા ડૂબી ગયા હતા. તેથી તેણે કંપનીના માલિક અને કર્મચારીઓનું અપહરણ કરીને પૈસા પાછા માગ્યા હતા. શૈલેષ ભટ્ટે પોતાના મળતિયાઓને સાથે રાખીને બીટ કનેક્ટ લિમિટેડના કર્મચારી અને હોદ્દેદારનું અપહરણ કર્યું હતું અને તેમની પાસેથી બીટકોઈન, લાઈટ કોઈન તેમજ કરોડો રૂૂપિયા પડાવી લીધા હતા. અપહરણ કરનારાઓએ શૈલેષ ભટ્ટને ગાંધીનગર નજીક લઈ જઈને 9 કરોડની કિંમતના 176 બિટકોઇન ટ્રાન્સફર કરીને 34 બિટકોઈન વેચાણ કરીને રૂૂ.2.35 કરોડ રોકડમાં આંગડિયામાં ટ્રાન્સફર કર્યા હતા. આ મામલે શૈલેષ ભટ્ટે ગાંધીનગરમાં ફરિયાદ કરતા CID ક્રાઈમને તપાસ સોંપાઇ હતી. CID ક્રાઈમે તપાસ કરીને અમરેલીના પૂર્વ LCBના PI અનંત પટેલ, SP જગદીશ પટેલ, ભાજપના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 15 આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં તબક્કાવાર કુલ 06 ચાર્જશીટ દાખલ કરી હતી.

Tags :
gujarat newsHigh CourtSurat Bitcoin case
Advertisement
Next Article
Advertisement