બોટાદમાં પોલીસ સાથે ઘર્ષણ કરવાના કેસમાં 6 ખેડૂતને જામીનમુકત કરતી હાઇકોર્ટ
બોટાદમાં ખેડૂત અને પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં હાઈકોર્ટે 68 પૈકી 6 લોકોને શરતી જામીન આપ્યા બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહાપંચાયત દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં 85 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે અને 68 લોકોની ધરપકડ કરવામાં આવી છે. હાઈકોર્ટે 68 પૈકીના 6 લોકોને શરતી જામીન મંજૂર કર્યા છે.
બોટાદમાં યોજાયેલી ખેડૂત મહાપંચાયત દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ ઘટનામાં પોલીસે 85 લોકો સામે ગંભીર કલમો હેઠળ ફરિયાદ નોંધી હતી અને 68 લોકોની ધરપકડ કરી હતી. જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામનો પણ સમાવેશ થાય છે. હવે આ ઘટનામાં હાઈકોર્ટે 68 પૈકીના 6 લોકોને શરતી જામીન મંજૂર કર્યા છે.
બોટાદના હડદડ ગામમાં ખેડૂત મહાપંચાયત દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં 85 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે અને 68 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ ઘટનામાં કેટલાક લોકોએ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો. જ્યારે પોલીસે ટોળાને વિખેરવા લાઠી ચાર્જ કર્યો હતો અને ટીયર ગેસના સેલ છોડ્યા હતાં. આ ઘટનામાં 17 લોકો હજી ફરાર છે. સમગ્ર ઘટનામાં હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે 68 પૈકીના 6 લોકોને શરતી જામીન આપ્યા છે. જેમાં વાલજી નાથા મેર, દલસુખ ત્રીકમ જીડિયા,ઘનશ્યામ ધરમશી ગોહિલ, વિનુ મોહન ધોરીયા, ઓધા હરજી ધોરીયા, રાજેશ પુના ધોરીયાને જામીન મળ્યા છે.