પત્નીના અંગત વીડિયો વાયરલ કરનાર પતિને 25 હજારનો દંડ ફટકારતી હાઇકોર્ટ
સમાધાન બાદ હાઇકોર્ટમાં અરજી કરી સમય બગાડવા બદલ દંડ
વડોદરામાં પતિ અને પત્ની વચ્ચે ઝગડા થતાં હતાં. જેથી પતિએ પત્નીના અંગત વીડિયો વાયરલ કરતાં પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. આ કેસ ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચી ગયો હતો. કોર્ટમાં સમગ્ર કેસની સુનાવણીમાં અંગત વીડિયો વાયરલ કરનાર પતિને 25 હજારનો દંડ ફટકાર્યો છે. કોર્ટનો સમય બગાડવા પર કોર્ટે દંડ ફટકાર્યો છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે વડોદરામાં પતિ અને પત્ની વચ્ચે સતત તકરારો થતી રહતી હતી. જેથી પતિએ પત્નીના અંગત વીડિયો વાયરલ કર્યા હતાં. પત્નીએ વીડિયો વાયરલ થયા બાદ પતિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ કેસ છેક હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો. પતિએ પોતાની સામેની ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી. પત્ની સાથે સમાધાન થયા બાદ કોર્ટમાં પતિએ અરજી કરી હતી.
આ કેસની સુનાવણીમાં કોર્ટે પત્નિની સંમતિના આધારે પતિ વિરુદ્ધ થયેલી પોલીસ ફરિયાદ રદ્દ કરવા આદેશ કર્યો હતો. આ ઉપરાંત કોર્ટનો સમય બગાડવા અંગે હાઈકોર્ટે પતિને 25 હજારનો દંડ ફટકાર્યો હતો. લગ્ન બાદ પતિ અને પત્ની વચ્ચે સતત તકરાર થતી હતી. જેમાં પત્નીએ પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ પતિ અને પત્ની વચ્ચે સમાધાન થયું હતું. આ સમાધાન બાદ પતિએ પોતાની સામેની પોલીસ ફરિયાદ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી હતી.