For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

90 કરોડના કથિત કૌભાંડમાં યુવા ભાજપના મહામંત્રી સહિત બે સામેની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ

05:30 PM Sep 13, 2024 IST | admin
90 કરોડના કથિત કૌભાંડમાં યુવા ભાજપના મહામંત્રી સહિત બે સામેની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ

મહામંત્રી મિલન લીંબાસિયા અને કેયુર કેરાડિયા સહિત છ શખ્સોએ ભાગીદાર બનાવવા માટે 50 લાખ લઈ છેતરપિંડી આચરી’તી

Advertisement

શહેરના ઉપલા કાંઠે આવેલી એમ.એસ.કે. જવેલર્સ, ક્રિષ્ના સીલ્વર, ક્રિષ્ના સીલ્વર, ક્રિષ્ના ઓર્નામેન્ટસ, આર.એમ.પી. સીલ્વર જેવી વિવિધ કંપનીઓના નામે કથીત કૌભાંડ આચર્યની રાજકોટ શહેર યુવા ભાજપના મહામંત્રી સહિત બે શખ્સો વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદ રદ કરવા હાઇકોર્ટે હુકમ કર્યો છે.

આ કેસની હકીકત મુજબ રાજકોટમાં રેસકોર્ષ રીંગ રોડ ઉપર આવેલી શ્રેયસ સોસાયટીમાં રહેતા ફરીયાદી વિનોદભાઈ પરસોતમભાઈ ખોયાણીએ બી-ડીવી. પોલીસ સ્ટેશનમાં આરોપી મીલન અરવિંદભાઈ લીંબાસીયા, કેયુર કિશોરભાઈ કેરાડીયા, મોહીત મહેશભાઈ લીંબાસીયા, મહેશ મેવજીભાઈ કેરાડીયા, કિશોર મેઘજીભાઈ કેરાડીયા અને શૈલેષ મેઘજીભાઈ કેરાડીયા સામે આઈ.પી.સી. કલમ-406, 420, 34 મુજબની ગુનાની ફરીયાદ નોંધાવી હતી. અને ફરીયાદમાં જણાવ્યુ હતુ કે, આરોપીઓએ મે. ક્રિષ્ના સીલ્વર ઓર્નામેન્ટ નામની પેઢીના ભાગીદારો હતા. અને આરોપી તથા ફરીયાદી એક બીજાને સંબંધી થતા હોવાથી આરોપીઓએ ફરીયાદીને પોતાની ચાંદીની એમ.એસ.કે. નામની કંપનીમાં ભાગીદાર બનાવવાની લાલચ આપી ફરીયાદી પાસેથી અલગ અલગ સમયે કુલ રૂૂ.50 લાખ રોકડા અને બેન્ક મારફતે મેળવ્યા હતા. અને ફરીયાદીને પૈસાની જરૂૂરીયાત ઉભી થતા આરોપીઓ પાસેથી રૂૂપીયા પરત માંગતા ફરીયાદીને તેની મરણમુડીના રૂૂપીયા પરત ન ચુકવી છેતરપીંડી કરી હોવાનો આક્ષેપ કર્યો હતો. જે કેસની તપાસમાં 90 કરોડના કથીત કૌભાંડ આચર્યું હોવાનું ખુલ્યું હતું. જે ગુનામાં સેશન્સ કોર્ટમા આગોતરા જામીન નામંજુર થતા આરોપીઓએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલ હતી.

Advertisement

જે જામીન અરજી મંજૂર કરી બંને આરોપીઓને અગાઉ આગોતરા જામીન પર મુક્ત કર્યા હતા. ત્યારબાદ આરોપીઓ મીલન અરવિંદભાઈ લીંબાસીયા અને કેયુર કિશોરભાઈ કેરાડીયાએ ગુજરાત હાઈકોર્ટમાં પોતાની સામે ખોટી ફરીયાદ કરેલ હોવાથી ફરીયાદ કવોશીંગ ક2વા માટે પીટીશન દાખલ કરી હતી. જે ગુજરાત હાઈકોર્ટે મંજૂર કરી બંને આરોપીઓ મીલન અરવિંદભાઈ લીંબાસીયા અને કેયુર કિશોરભાઈ કેરાડીયા વિરૂૂધ્ધ થયેલ ફરિયાદ રદ કરવા હુકમ કર્યો છે.

આ કેસમાં બંને આરોપી વતી એડવોકેટ તરીકે અભય ભારતાજ એન્ડ એસોસીએટ્સનાં અંશ ભારદ્વાજ, ધી2જ પીપળીયા, ગૌતમ પરમાર, વિજય પટેલ, અમૃતા ભારહાજ, જીજ્ઞેશ વિરાણી, જીતેન્દ્ર કાનાબાર, કમલેશ ઉપરેજા, રાકેશ ભટ્ટ, તારક સાવંત, જીજ્ઞેશ લાખાણી, ચેતન પુરોહિત અને હાઈકોર્ટના એડવોકેટ આલોક ઠક્કર રોકાયા હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement