રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ફિલ્મ ડાયરેકટર રાજકુમાર સંતોષીએ સજાના હુકમ સામે કરેલી અપીલ ફગાવતી ઉપલી કોર્ટ

04:38 PM Nov 26, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ફિલ્મ જગતના મશહુર ડાયરેકટર રાજકુમાર સંતોષીને રાજકોટની નીચેની કોર્ટે જુદા જુદા બે ચેક રિટર્ન કેસમાં એક વર્ષની સજા અને વળતર ચુકવવા હુકમ કર્યો હતો. જે સજા અને વળતરના હુકમને ફિલ્મ ડાયરેકટર રાજકુમાર સંતોષીએ સેશન્સ કોર્ટમાં પડકારતી બે અપીલ દાખલ કરી હતી. સેશન્સ કોર્ટે બન્ને અપીલ નામંજુર કરી નીચેની કોર્ટના હુકમને યથાવત રાખતો હુકમ કર્યો છે.

આ કેસની હકિકત મુજબ ફિલ્મ જગતના મશહુર ડાયરેક્ટર રાજકુમાર સંતોષીએ રાજકોટના બિલ્ડર અનિલ ધનરાજભાઈ જેઠાણી પાસેથી સંબંધની રૂૂએ મેળવેલ રકમ તેના વળતર સાથે ચુકવી આપવા માટેનું નકકી થયેલ. તેની સામ રાજકુમાર સંતોષીએ ફરીયાદી અનિલ જેઠાણીને રૂા.17.50 લાખ અને રૂા.5 લાખના જુદા જુદા ચેકો આપ્યા હતા. જે બન્ને ચેક પરત ફરતા રાજકુમાર સંતોષી સામે જુદીજુદી બે ફરીયાદો કરવામાં આવેલ હતી. બંને ફરીયાદમાં પુરાવાના અંતે રાજકોટ કોર્ટેે રાજકુમાર સંતોષીને ઘી નેગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 ના ગુન્હા અંગે તકસીરવાન ઠરાવી એક વર્ષની સજા તથા ચેકની રકમનું વળતર ચુકવી આપવા માટેનો હુકમ કરેલ હતો. તે હુકમની સામે રાજકુમાર સંતોષીએ રાજકોટ સેશન્સની કોર્ટમાં અપીલ દાખલ કરેલ હતી.

બંને સજા સામેની અપીલમાં રાજકુમાર સંતોષી તરફથી જુદાજુદા બચાવો લેવામાં આવેલ રાજકુમાર સંતોષીએ ફરીયાદીને રકમ ચુકવવાની રહેતી નથી પરંતુ કોરા ચેકોનો દુરઉપયોગ કરી ફરીયાદ દાખલ કરવામાં આવેલી હતી. ફરીયાદીને રૂૂપિયા સાઈઠ લાખ પુંરા વળતર સહિતની રકમ ચુકવી આપવા માટેનું ફરીયાદી અને તહોમતદાર વચ્ચે નકકી થયેલ. તે પૈકી રાજકુમાર સંતોષીએ રૂા.37.50 લાખ અનિલ જેઠાણીને ચુકવી આપેલ હતા.બંને પક્ષકારોની દલીલ સાંભળીને રાજકોટના એડીશ્નલ સેશન્સ જજ એસ.સી.મકવાણાએ રાજકુમાર સંતોષીની બંને અપીલો રદ કરી નીચેની કોર્ટે કરેલ સજા તથા વળતર ચુકવવાનો હુકમ માન્ય રાખેલ છે. ફરીયાદી અનિલ જેઠાણી વતી એડવોકેટ પ્રવિણ એચ. કોટેચા, પૂર્વેશ પી. કોટેચા, રવિ એચ. સેજપાલ, નિલય એન.પાઠક, હરેશ ડી. મકવાણા, દિવ્યેશ એ.રૂૂડકીયા, રજનીક એમ. કુકડીયા, અજયસિંહ એલ. ચુડાસમા, ચિંતન ભલાણી, વૈભવ મહેતા, મોહિત સોનછત્રા રોકાયા હતા.

Tags :
gujaratgujarat newsHigh Courtrajkotrajkot newsRajkumar Santoshi
Advertisement
Next Article
Advertisement