For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના બે આઇફોનની ચોરી

12:18 PM Jan 30, 2025 IST | Bhumika
હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલના બે આઇફોનની ચોરી

લગ્નમાં હાજરી આપવા દેહરાદૂન ગયા હતા ત્યાં તસ્કરે હાથ ફેરો કરી જતા પોલીસ ફરિયાદ

Advertisement

સામાન્ય લોકો માટે લગ્ન, બજારો, પાર્ક વગેરેમાં મોબાઈલ ફોનની ચોરી કરવી સામાન્ય બાબત છે. પરંતુ ક્યારેક ટઈંઙ લોકો પણ તેનો શિકાર બને છે. તાજેતરનો કેસ ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશનો છે, જેમના બે મોબાઈલ ફોન દેહરાદૂનમાં ચોરાઈ ગયા હતા. મસૂરી રોડ પર લગ્ન સમારોહ દરમિયાન ચોરીની ઘટના બની હતી. રજિસ્ટ્રાર જનરલે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ રાજપુર પોલીસ સ્ટેશને કેસની તપાસ શરૂૂ કરી છે.

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ 26 જાન્યુઆરીના રોજ ફૂટહિલ ગાર્ડન, ન્યૂ મસૂરી રોડ, માલસી, દેહરાદૂન ખાતે લગ્ન સમારોહમાં હાજરી આપવા માટે આવ્યા હતા. સાંજે 4.45 થી 5.15 વચ્ચે લગ્ન સ્થળેથી તેના બે આઈફોન ચોરાઈ ગયા હતા. જેમાંથી એક ફોન ચીફ જસ્ટિસના નામે અને બીજો ફોન રજિસ્ટ્રાર જનરલ ઓફિસ દ્વારા ખરીદવામાં આવ્યો હતો.

Advertisement

રાજપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ પીડી ભટ્ટે જણાવ્યું હતું કે ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદના રજિસ્ટ્રાર જનરલ મૂળચંદ ત્યાગીએ ફરિયાદ દાખલ કરી હતી. જેના આધારે અજાણ્યા આરોપીઓ સામે ચોરીનો ગુનો નોંધવામાં આવ્યો છે. બીજી તરફ ચીફ જસ્ટિસને ચોરીની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. આ તપાસ દરમિયાન ચોરી શોધી શકાઈ નથી. નજીકના સીસીટીવી ફૂટેજને સ્કેન કરવાની સાથે, પોલીસ સર્વેલન્સ દ્વારા મોબાઈલ ફોનની ચોરી કરનાર વ્યક્તિને શોધી રહી છે.
તાજેતરમાં, મુખ્ય ન્યાયાધીશ ત્યારે ચર્ચામાં

આવ્યા હતા જ્યારે હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન તેણીએ વકીલ સાથે ઉગ્ર દલીલ કરી હતી. એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ કોર્ટમાં તેમના વર્તનની ટીકા કરી હતી. તેણે કહ્યું હતું કે, પઆ વારંવાર વિરુદ્ધ થઈ રહ્યું છે. કોર્ટના તમામ વરિષ્ઠ વકીલોએ આ સહન કરવા માટે ખૂબ જ દયાળુ વર્તન કર્યું છે. જ્યારે મામલો વધુ વકર્યો, ત્યારે ત્રિવેદીએ તેના પર ખૂબ જ વાચાળ જજ હોવાનો આરોપ લગાવ્યો. જે બાદ ચીફ જસ્ટીસે કોર્ટ છોડવાનો નિર્ણય લીધો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement