હાઇકોર્ટની બેંચ હવે પાક્કી; ભાજપનું ખુલ્લું સમર્થન
કમલમ ખાતે ભાજપ લીગલ સેલની સાંસદો-ધારાસભ્યો સહિત જનપ્રતિનિધિઓ સાથે બેઠક
સરકાર ઉપર હાઇકોર્ટની બેંચ માટે દબાણ લાવવા રજૂઆત, ભાજપના તમામ નેતાઓ સહમત
ગુજરાત રાજ્યની સ્થાપના થતાં રાજકોટમાં કાર્યરત સૌરાષ્ટ્રની હાઈકોર્ટને તાળા લાગ્યા હતાં. ત્યાર બાદ સૌરાષ્ટ્રને હાઈકોર્ટ મળે તે માટે વકીલો અને રાજકીય અગ્રણીઓ સહિતના દ્વારા અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને 1983માં 6 માસ સુધી હાઈકોર્ટની બેન્ચ માટે આંદોલન ચાલ્યુ હતું તેમ છતાં આજ સુધી હાઈકોર્ટની બેન્ચ ન મળતા ફરી રાજકોટને હાઇકોર્ટની બેન્ચ મળે તેવા દ્રઢ નિશ્ચય સાથે વકીલોએ ફરી જંગ છેડયો છે. જેને પગલે રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા ભાજપ કાર્યાલય ખાતે જનપ્રતિનિધિઓ સાથે મિટીંગ યોજાઈ હતી. જેમાં રાજકોટના સાંસદો, ધારાસભ્યો અને ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ લીગલ સેલ દ્વારા ઉપસ્થિત મહાનુભાવોને આવેદનપત્ર પાઠવી હાઇકોર્ટની બેન્ચ લાવવા સહયોગ આપવા રજુઆત કરી હતી. જેનો મહાનુભાવોએ હકારાત્મક અભિગમ આપ્યો હતો.
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટને હાઇકોર્ટની બેંચ અપાવવા છેલ્લાં ઘણા સમયથી વકીલો દ્વારા લડત આપવામાં આવી રહી છે તેમ છતાં સફળતા ન મળી હોય તેમ અત્યાર સુધીમાં હાઇકોર્ટની બેંચ મળી નથી ત્યારે વકીલોએ હાઇકોર્ટની બેંચ માટે લડત શરૂૂ કરી છે. જેના ભાગરૂૂપે રાજકોટના વકીલો દ્વારા કોર્ટ કમ્પાઉન્ડમાં 111 શ્રીફળ વધેરી રાજકોટમાં હાઇકોર્ટની બેંચ લાવવા કાનૂની લડતના મંડાણ માંડ્યા હતા.
એટલું જ નહીં પરંતુ રાજકોટ બાર એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના વકીલ મંડળો અને જુદી જુદી સંસ્થાઓના પ્રતિનિધિઓ અને રાજકીય આગેવાનોને સાથે લઈને હાઇકોર્ટની બેંચ માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત અંગે આયોજન કરવામાં આવ્યું હતું.
જેના ભાગરૂૂપે આજે રાજકોટ શહેર ભાજપ લીગલ સેલ દ્વારા શીતલ પાર્ક ખાતે આવેલ ભાજપ કાર્યાલય ખાતે બપોરે 11.30 કલાકે રાજકોટ હાઈકોર્ટ બેન્ચ એક્શન કમિટીના વકીલો, અલગ અલગ વકીલ સંસ્થાઓ સાથે જોડાયેલા વકીલો, રાજકોટના સાંસદ સભ્યો, ધારાસભ્યો અને પ્રજા પ્રતિનિધિઓની મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતુ આ મીટીંગમા સાંસદ પુરુષોત્તમભાઈ રૂૂપાલા રામભાઇ મોરીયા ધારાસભ્ય રમેશભાઇ ટીલારા ,દશિતાબેન શાહ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, શહેર ભાજપ મહામંત્રી વીરેન્દ્રસિંહ ઝાલા , સિનિયર એડવોકેટ અનિલ દેસાઈ , લલિતસિંહ શાહી, તુલસીદાસ ગોંડલીયા, કિશોરભાઈ સખીયા એલજી રામાણી એમ જે પટેલ,અર્જુન પટેલ , ભાજપ લીગલ સેલના ક્ધવીનર પિયુષ શાહ , કમલેશ શાહ, સુરેશ ફળદુ, દિલેશ શાહ મેહુલ મહેતા અને રાજભા ઝાલા સહિત ના સિનિયર જુનિયર સહિત મોટી સંખ્યામાં વકીલો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી હાઇકોર્ટની બેંચ માટે રણનીતિ ઘડવામાં આવી હતી. જેમાં ઉપસ્થિત સાંસદો અને ધારાસભ્ય દ્વારા હાઇકોર્ટની બેંચ માટે રાજ્ય સરકારમાં રજૂઆત કરીશું અને જરૂૂર પડશે તો કેન્દ્ર સરકાર ને પણ રજૂઆત કરવામાં આવશે અને હાઇકોર્ટની બેંચ લઈને જ ઝંપીશું તેઓ એક થી સુરે અવાજ ઉઠાવ્યો હતો
HCનું ભારણ ઘટાડવા રાજકોટને બેંચ મળવી જોઇએ: MLA ટીલાળા
રાજકોટને હાઇકોર્ટની બેંચ આપવા 40 વર્ષથી રજુઆત કરાઇ રહી છે સૌરાષ્ટ્ર 35 ટકા વસ્તી ધરાવતુ ગુજરાતનુ મોટુ સેન્ટર છે . અને હાઇકોર્ટમા 45 ટકા કેસ સૌરાષ્ટ્રનાં છે જેથી હાઇકોર્ટનુ ભારણ ઘટાડવા , લોકોની સુવીધા વધારવા પણ રાજકોટની હાઇકોર્ટની બેંચ જરુરી છે લીગલ સેલ દ્વારા કરાયેલી રજુઆતને સફળતા મળે તે પ્રકારની રજુઆત અમે ઉચ્ચ સ્તરે કરીશુ તેમ ધારાસભ્ય રમેશભાઇ ટીલાળાએ જણાવ્યુ હતુ.
રાજકોટને સર્કિટ બેંચ મળવી જ જોઇએ : સાંસદ પરસોતમ રૂપાલા
વર્તમાન સમયમા દરેક ક્ષેત્રનો વિકાસ થઇ રહયો છે ત્યારે આ બાબતને પણ વાસ્તવીક બનાવવી અતિ જરુરી છે અને આથી રાજકોટને સર્કિટ બેંચ મળવી જ જોઇએ રાજકોટનાં લીગલ સેલ દ્વારા આજે ફરીથી અમોને રૂબરૂ આવેદન પાઠવવામા આવ્યુ હતુ જેમા માત્ર વકિલ જ નહી પણ વિવિઠધ ક્ષેત્રના લોકોની લાગણી પણ જોડાયેલી છે જેથી રાજકોટને હાઇકોર્ટની સર્કિટ બેંચ મળે તે માટે અમે કેન્દ્ર અને રાજય સરકારમા રજુઆત કરીશુ.
સરકારમાં યોગ્ય જગ્યાએ રજૂઆત કરશુ : માધવ દવે
આજની બેઠક દરમ્યાન રાજકોટ શહેર ભાજપ પ્રમુખે જણાવ્યુ હતુ કે વકીલોની માંગણી અંગે સરકારમા યોગ્ય જગ્યાએ રજુઆત કરવામા આવશે હું પણ વ્યવસાયે વકીલ છુ અને અંગત રીતે માનુ છુ કે હાઇકોર્ટની બેંચ રાજકોટને મળવી જ જોઇએ જેથી સમગ્ર સૌરાષ્ટ્રને ફાયદો થશે.