For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિધવાને માર મારી ગેંગ રેપ કરવાના કેસમાં નણદોયાના આગોતરા મંજૂર કરતી હાઇકોર્ટ

04:57 PM Sep 07, 2024 IST | admin
વિધવાને માર મારી ગેંગ રેપ કરવાના કેસમાં નણદોયાના આગોતરા મંજૂર કરતી હાઇકોર્ટ

મિલકતમાં ભાગ ન આપવો પડે તે માટે પતિની હત્યા કરાવ્યાનું આળ મૂકી માર મારી સામૂહિક દુષ્કમ આચર્યાની ફરિયાદ નોંધાઇ’તી

Advertisement

ધોરાજી પંથકની વિધવા ઉપર દુષ્કર્મ અને મારામારીના ગુનામાં પોલીસ ધરપકડની દેહશતથી પીડિતાના નણદોઈ રમેશ કાંતિએ કરેલી આગોતરા અરજી હાઇકોર્ટે મંજૂર કરી છે. વધુ વિગત મુજબ ધોરાજી પંથકમાં રહેતી વિધવાએ તાલુકા પોલીસ મથકમાં નણંદોયા રમેશભાઈ, મનસુખભાઈ, નણંદ ઇન્દુબેન ,રમાબેન , પદ્માબેન,અને સાસુ સરોજબેન સામે ગેંગરેપ ,મારામારી અને ધાક ધમકી આપ્યા અંગેની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસની ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પરણીતાના લગ્ન ધોરાજી પંથકના યુવાન પરેશ સાથે થયા હતા લગ્નજીવન દરમિયાન સંતાનમાં પુત્રી અને પુત્રનો જન્મ થયો હતો. બાદ દંપતી ઉપલેટા પંથકમાં રહેતા હતા. પતિનું અવસાન થતાં અંતિમવિધિ વતનમા કરવામાં આવી હતી. ત્યારે રાત્રિના સમયે ચારેય નણંદ અને બે નણંદોયા તેમજ સાસુ બધા બેઠા હતા કામ છે તેમ કહી વિધવાને બોલાવી રૂૂમનો દરવાજો બંધ કરી વિધવાને કહેલ કે ભાઈ પરેશનું મર્ડર કરી નાખ્યું છે અને પોસ્ટમોર્ટમ થવા દીધું નથી તેમ કહી ઇન્દુબેનએ ભાભીને ફડાકો મારતા સાસુએ કહેલ કે ગાલ પર મારન માર નિશાન આવી જશે બધા બેસવા આવશે તો લોકોને ખબર પડી જશે બાદ નણંદ કમળાબેન અને પદ્માબેને હાથ પકડી અને નણદોયા રમેશ ભાઈ અને મનસુખભાઈએ સાસુ સરોજબેને માર માર્યો ધમકી આપી હતી. તું સ્વીકારી લે કે પરેશ નું પીએમ થવા દીધું નથી તેથી વિધવાને કહેલ કે તમારા પરિવારજનોએ પીએમન કરવાનું નક્કી કરેલું હતું.

Advertisement

નણંદ અને સાસુ એ વિધવાને કહેલ તને મિલકતમાં કાંઈ ભાગ દેવાનો થતો નથી તારા બિસ્તરા પોટલા બાંધી માવતર એ જતી રહે નણદોયા રમેશ અને મનસુખે બંને સંતાનોને મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક દુષ્કર્મ આચાર્યનું ફરિયાદમાં જણાવ્યું હતું. તમામ શખ્સોએ હાઇકોર્ટ સમક્ષ ફરીયાદ રદ કરવા કવોસીંગ પીટીશન દાખલ કરી હતી,બાદ પોલીસ ધરપકડની દેહશતથી ફરિયાદીના નણદોઈ રમેશ કાંતિ નામના શખ્સની જામીન અરજી સેશન્સ કોર્ટએ નામંજૂર કરતા જે હુકમથી નારાજ થઈ હાઇકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જે અરજીની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બંને પક્ષોની રજૂઆત બાદ બચાવ પક્ષની દલીલમાં પેરીટી ગ્રાઉન્ડ પર રમેશ કાંતિ નામના શખ્સની આગોતરા જામીન અરજી મંજૂર કરી છે.(પક્ષકારોના નામ બદલી કાલ્પનીક નામો રજુ કરવામા છે. આરોપીઓ તરફે રાજકોટના ઘારાશાસ્ત્રી અમિત ગડારા, હાઇકોર્ટમા અર્પવ જાની અને આશીષભાઈ ડગલી રોકાયા પહતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement