જમ્મુ-કાશમીરમાં ફરજ દરમિયાન ધ્રાંગધ્રાના જવાનની વીરગતિ
નરાળી ગામના મુલાડિયા વહાણભાઈ સવજીભાઈને રાષ્ટ્રીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય
ધ્રાંગધ્રા તાલુકાના નરાળી ગામના શહીદ જવાન મુલાડિયા વહાણભાઈ સવજીભાઈને આજે તેમના વતન ખાતે રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી. જમ્મુ-કાશ્મીરમાં ફરજ બજાવતી વખતે તેમનું નિધન થયું હતું.
મળતી માહિતી મુજબ, જમ્મુ-કાશ્મીરમાં ફરજ દરમિયાન વાયરલ ઇન્ફેક્શનને કારણે તેમની તબિયત લથડતાં તેમનું નિધન થયું હતું. માંદગી હોવા છતાં તેમણે અંતિમ શ્વાસ સુધી દેશ પ્રત્યેની ફરજ નિભાવી હતી. સ્વર્ગસ્થ જવાન કે જેઓ ત્રણ પુત્રીઓના પિતા હતા, તેમના અવસાનથી સમગ્ર રણકાંઠાના ગામોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
ધ્રાંગધ્રા યુનિટના આર્મી અધિકારીઓ અને બ્રિગેડના જવાનોએ શહીદ જવાનને રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમયાત્રા કાઢી હતી. આ અંતિમયાત્રામાં પરિવારજનો સહિત રણકાંઠાના ગામોના હજારો લોકો જોડાયા હતા. સૌએ સેલ્યુટ સાથે અંતિમ વિધિમાં ભાગ લીધો અને જવાનને માનભેર વિદાય આપી. આ ગમગીન માહોલમાં સૌની આંખો ભીની થઈ ગઈ હતી.
