રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

‘ઓપરેશન જિંદગી’ને સફળ બનાવનારા નાયકોનું રેડક્રોસ દ્વારા સન્માન કરવામાં આવ્યું

12:18 PM Feb 09, 2024 IST | Bhumika
Advertisement

‘ઓપરેશન જિંદગી’ને સફળ બનાવીને બોરમાં પડેલ બાળકને 9 કલાકે જીવિત બહાર કાઢનાર નાયકોનું સન્માન જામનગરની રેડક્રોસ સોસાયટી દ્વારા કરાયું હતું.જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના ગોવાણા ગામમાં બોરવેલમાં બે વર્ષનો બાળક પડી ગયો હતો, જેને હેમખેમ બહાર કાઢનાર સેવકોનું સન્માનનો કાર્યક્રમ જામનગરમાં ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.

Advertisement

બે દિવસ પહેલા લાલપુરના ગોવાણા ગામની વાડીના ખુલ્લા બોરમાં બે વર્ષનો બાળક પડી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ ગણતરીના સમયમાં 108 ની ટીમ અને ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ ત્યાં પહોંચી ગઈ હતી, જ્યાં ઓક્સિજન આપવાની કામગીરીથી લઈ બાળકને જવિત બહાર કાઢવા સુધી સતત 9 કલાક ’ઓપરેશન જિંદગી’ સફળતાપૂર્વક પાર પાડનાર જામનગર ફાયર ટીમ, રિલાયન્સ ફાયર ટીમ તથા 108 ની ટીમએ ભારે જહેમત ઊઠાવી હતી.
બોરવેલમાં પડી ગયેલ બાળકને જીવિત બહાર કાઢવાના કિસ્સાઓમાં સફળતાનો રેશિયો ખૂબ ઓછો રહ્યો છે, પણ આપણા સુપર હીરોની ટીમને કારણે તેઓના અનુભવ, સુઝબુઝને કારણે આ અશક્ય સમાન ઘટના 9 કલાકની જહેમત પછી શક્ય બની છે. જામનગર જી.જી. હોસ્પિટલ અને આરોગ્ય વિભાગનો સ્ટાફ, તબીબો પણ ખડેપગે સ્થળ ઉપર રહ્યા હતાં. બાળકને બહાર કઢાયાથી હોસ્પિટલ સુધી માર્ગમાં જ સારવાર શરૃ કરી દેવામાં આવી હતી.
આ તબક્કે ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી જામનગરના ચેરમેન ભાર્ગવ ઠાકર તથા ટીમ દ્વારા ફાયરબ્રિગેડ, અજય પાંડિયન (ફાયર ઓપરેટર), જયંતિ સિંઘવ (ફાયર ઓપરેટર), આલાભાઈ ડાંગર (ઈએમટી 108), કમલેશભાઈ કંટારિયા (પાયલોટ, 108), એમ.ડી. પરમાર (ફાયર ઓફિસર, કાલાવડ) અને સમગ્ર ફાયરબ્રિગેડ, કાલાવડ ટીમના અશ્વિન પાટડિયા, આર.કે. સુમરા, આર.પી. ગઢવી, આર.સી. પાંડિયન, જે.એ. વડેખણિયા, રિલાયન્સ ફાયરબ્રિગેડ ટીમના રિતેશ રાજ (ફાયર આપરેટર, રિલાયન્સ ફાયરબ્રિગેડ સર્વિસ) નું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

આ તબક્કે જામનગરના કલેક્ટર ભાવિન પંડ્યા ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું સફળ સંકલન રેડક્રોસ સોસાયટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીના સભ્ય કિંજલભાઈ કે. કારસરિયા દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જામનગર કલેક્ટર ભાવિન પંડ્યા, ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્નોઈ, ચેરમેન, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટી, આઈ.આર.સી.એસ. જામનગરના ટ્રેનિંગ લીધેલા હંસાબેન કણઝારિયા, નિકુલદાસ ગઢવી, રિલાયન્સના આશિષભાઈ ખારોડ, મનોજભાઈ મણિયાર, કિરીટસિંહ વાળા, રાજુભાઈ ગોરી, વિશાલ ભાલાળા વિગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

Tags :
gujaratgujarat newsjamnagarjamnagar news
Advertisement
Next Article
Advertisement