For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરાશે

12:45 PM Oct 12, 2024 IST | Bhumika
સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરાશે
Advertisement

હાઇકોર્ટમાં સરકારનો જવાબ, ટૂંક સમયમાં કરશે પરિપત્ર

હેલ્મેટના મુદ્દે હાઇકોર્ટ સમક્ષ શુક્રવારે થયેલી સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદીએ એવું મૌખિક નિવેદન કર્યું હતું કે,થહાઇકોર્ટના કર્મચારીઓ માટે ફરજિયાત હેલ્મેટનો પરિપત્ર કર્યો છે, એવી જ રીતે સરકારી અને મ્યુનિ. કોર્પોરેશનના કર્મચારીઓ માટે પણ હેલ્મેટ ફરજિયાત પહેરવા અંગેનો પરિપત્ર કરાશે. જેથી એક દાખલો બેસી શકે અને સામાન્ય લોકો પણ એમાંથી પ્રેરણા લે.હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે રાજ્ય સરકારને એવી માર્મિક ટકોર કરી હતી કે,થટ્રાફિક અને હેલ્મેટના નિયમોનો અમલ કરાવવા માટે આઉટ ઓફ ધી બોક્સ વિચારો.

Advertisement

હાઇકોર્ટે ટકોર કરી હતી કે, અમદાવાદમાં હજુ પણ હેલ્મેટના નિયમનું અમલીકરણ દેખાતું નથી. અરજદારે જણાવ્યું હતું કે, એક સમાચાર સંસ્થાના અહેવાલ મુજબ, હેલ્મેટ નહીં પહેરવા બદલ પહેલા રૂૂ. 1000 દંડ હતો, જેને ઘટાડીને રૂૂ. 500 કરાયો અને હવે માત્ર રૂૂ. 100 દંડ છે. જોકે, સરકારે જણાવ્યું હતું કે, કોર્ટમાં હાજર સક્ષમ અધિકારી કહી રહ્યા છે કે રૂૂ. 500 જ દંડ છે. હવે ઓથોરિટીએ હેલ્મેટ નહિ પહેરનાર લોકોને દંડની રકમમાંથી હેલ્મેટ વહેંચવાનું શરૂૂ કર્યું છે. તહેવારોની સિઝનમાં ઓથોરિટી આકરા પગલાં લઈ રહી નથી. ગરબા ગ્રાઉન્ડ બહાર પણ હેલ્મેટ વહેંચાય છે.

કોર્ટ કહ્યું હતું કે, બીજા રાજ્યમાં ટ્રાફિક નિયમોનો કેવી રીતે અમલ થાય છે, તેનો અભ્યાસ કરો અને આઉટ ઓફ બોક્સ વિચારો. ઓથોરિટીએ જણાવ્યું હતું કે, ટ્રાફિક નિયમોનો સતત ભંગ કરનારા લોકોના લાઈસન્સ કેન્સલ કરવાની પ્રક્રિયા પણ હાથ ધરાઇ છે. કોર્ટે કહ્યું હતું કે, અમલવારી કરાવવાનું કામ સરકારનું જ છે, કોર્ટ રસ્તા ઉપર જઈને ટ્રાફિક નિયમોનો અમલ કરાવી શકે નહીં.

આ ઉપરાંત ટ્રાફિક વિભાગમાં ખાલી જગ્યાઓ અંગે સરકાર આગામી 25 ઓક્ટોબરની સુનવણીમાં જવાબ રજૂ કરશે. અરજદારે જણાવ્યું હતું કે, અકસ્માતનું મુખ્ય કારણ રોડ પરના વળાંકો પણ છે. જે સંદર્ભે ઓથોરિટીએ જણાવ્યું હતું કે, કોર્ટના સૂચન મુજબ એક એક્સપર્ટ કમિટી અને મોનિટરિંગ કમિટી બનશે. ચીફ જસ્ટિસે સરકારને કહ્યું હતું કે, ટ્રાફિકના નિયમના ભંગ બદલ ચલણમાં ટેકનોલોજીનો ઉપયોગ જરૂૂરી છે. કેમેરા ફક્ત મુખ્ય જંક્શન પર નહીં, દરેક રોડ પર હોવા જોઈએ.

સુનાવણી દરમિયાન કોર્ટ મિત્રે જણાવ્યું હતું કે, રસ્તાઓના પેચવર્કની ક્વોલિટી ઉપર કામ કરવાની જરૂૂર છે. ઓથોરિટીએ જણાવ્યું હતું કે, ખાડાના પરિમાણ અને પ્રકાર મુજબ રિપેરિંગ કામ થાય છે. કોર્ટે કહ્યું હતું કે, યોગ્ય સંસાધનોના અભાવ માટે ફક્ત અધિકારીઓની ઉદાસીનતા નહીં પણ લોકો પણ ઉદાસીન છે. તેઓ ઓથોરિટીને ફરિયાદ કરતા નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement