For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પોલીસ-હોમગાર્ડ માટે હેલ્મેટ ફરજિયાત

05:32 PM Aug 07, 2025 IST | Bhumika
પોલીસ હોમગાર્ડ માટે હેલ્મેટ ફરજિયાત

તમામ પોલીસ સ્ટેશનોને ટ્રાફિક ડીસીપીએ લખ્યો પત્ર, હેલ્મેટ નહીં પહેરનાર ખાખીને પણ દંડ થશે

Advertisement

રાજ્યભરમાં 8મી સપ્ટેમ્બરથી ટૂવ્હિલર ચાલકો માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યુ છે. ત્યારે રાજકોટ પોલીસ દ્વારા પોલીસ સ્ટાફ અને હોમગાર્ડ જવાનો માટે ફરજિયાત હેલ્મેટની અમલવારી શરૂ કરવામાં આવી છે. ટ્રાફિક ડીસીપી દ્વારા તમામ પોલીસ સ્ટેશનનો પરીપત્ર લખી પોલીસ સ્ટાફને હેલ્મેટ પહેરવા સૂચના આપવામાં આવી છે. અને હેલ્મેટ નહીં પહેરનાર પોલીસ સામે શીક્ષાત્મક કાર્યવાહી કરવા જણાવાયુ છે.

શહેરમાં હથિયારી અને બિનહથિયારી મળી 2300 પોલીસ કોન્સ્ટેબલ, હેડકોન્સ્ટેબલ અને એએસઆઈ છે. 3 હથિયારી પીઆઈ અને 4 હથિયારી પીએસઆઈ છે. 130 બિન હથિયારી પીએસઆઈ અને 50 જેટલા બિનહથિયારી પીઆઈ છે.પોલીસની મદદ માટે હોમગાર્ડનાં એકંદરે 650 જવાનો છે. ટ્રાફિક નિયમન માટે 750 ટીઆરબી જવાનો છે.

Advertisement

તમામ પોલીસમેન, અધિકારીઓ, હોમગાર્ડનાં જવાન અને ટીઆરબી જવાન દ્વિચક્રી વાહન હંકારતી વખતે ફરજિયાત હેલ્મેટ પહેરે તે જોવાં ટ્રાફિક બ્રાંચના ડીસીપીએ શહેરનાં દરેક પોલીસ મથકનાં ઇન્ચાર્જને પત્ર લખ્યો છે.

જેમાં હેલ્મેટ નહીં પહેરનાર પોલીસનાં માણસો અને અધિકારીઓ સહિતનાઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. જો કે પોલીસ માટે છેલ્લા ઘણાં સમયથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ ફરજિયાત હેલ્મેટનો નિયમ અમલી કરાવવાના પ્રયાસો કરી રહ્યાં છે, જેને સંપૂર્ણપણે સફળતા મળી નથી. પોલીસ હેડ ક્વાર્ટર અને પોલીસ કમિશનર કચેરીએ અવરજવર કરતા પોલીસનાં માણસો અને અધિકારીઓ માટે અગાઉ ઘણી વખત ડ્રાઇવ પણ યોજવામાં આવી હતી.

ટ્રાફિક બ્રાંચના અધિકારીઓનું કહેવું છે કે શહેરમાં છેલ્લા ઘણાં સમયથી હેલ્મેટ નહીં પહેરનાર પોલીસમેન અને અધિકારીઓને દંડવામાં આવી રહ્યાં છે. સામાન્ય પબ્લિક માટે ફરજિયાત હેલ્મેટની અમલવારી કરાવતા પહેલા ઘરેઆંગણે તેની અમલવારી થાય તે જરૂૂરી છે. આ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અગાઉ અનેક વખત પ્રયાસો કરી ચૂક્યા છે, જેમાં એટલે સંપૂર્ણ સફળતા નથી મળી કારણ કે કહે છે કે પોલીસ સ્ટાફમાં પણ હેલ્મેટને લઈને કચવાટ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement