હેલમેટનો કાયદો અમલમાં છે, યાદ કરાવવા ચેકિંગ
ગુજરાતમાં દ્ર્રી ચક્રી વાહન ચાલકો માટે વાહનચાલકે હેલ્મેટ ફરજિયાત છે સપ્ટેમ્બર મહિનામાં પોલીસે હેલ્મેટના નિયમનો કડક અમલ કરાવતા રાજકોટમાં દેકારો બોલી ગયો હતો. બાદમાં પોલીસે દંડ વસૂલવાનું બંધ કર્યા બાદ ઓનલાઈન દંડ તો ચાલુ જ રાખવામાં આવ્યો હતો ત્યારે આજ થી ત્રણ દિવસ સુધી સરકારી કચેર ના કર્મચારીઓ અને ત્યાં આવતા અરજદારોને હેલ્મેટ પહેરવાના નિયમ અમલમાં છે તે યાદ અપાવવા માટે પોલીસે આજથી ત્રણ દિવસ સુધી શહેરની દરેક સરકારી કચેરીઓમાં ચેકિંગ શરુ કર્યું છે. ટ્રાફિક પોલીસ આજે સવારે 10 વાગ્યાથી સરકારી કચેરીના દરવાજે ગોઠવાઈ ગઈ હતી અને ત્રણ કલાક સુધી ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં નિયમનો ભંગ કરનાર સરકારી કર્મચારીઓ અને અનેક અરજદારો ઝપટે ચડ્યા હતા.
હેલ્મેટનો કાયદો અમલમાં છે તેવી યાદ અપવવા પોલીસની અલગ-અલગ ટીમ આજે સવારે 10 વાગ્યાથી મહાનગરપાલિકા, કલેક્ટર, બહુમાળી, પોલીસ કમિરાનર, પોલીસ હેડકવાર્ટર સહિતના સ્થળે ઉભી રહી જશે અને હેલ્મેટ પહેર્યા વગર, વાહનમાં નંબરપ્લેટ લગાવ્યા વગર તેમજ કારમાં કાળા કાચ રાખીને આવનારા કર્મચારીઓ અને અધિકારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્રણ દિવસ સુધી આ ડ્રાઈવ ચાલનાર હોવાથી કચેરીઓમાં આવતા તમામ લોકોએ હેલ્મેટ પહેરી રાખવું પડશે.