ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબી એસપી, કલેકટર અને જિલ્લા પંચાયત કચેરીમાં હેલ્મેટ ડ્રાઇવ

11:30 AM Feb 12, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

મોરબીમાં ગયકાલે એસપી, કલેકટર અને જિલ્લા પંચાયત કચેરી બહાર ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી છે. જેમાં હેલ્મેટ ન પહેરનાર અનેક સરકારી કર્મચારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

તમામ સરકારી કચેરીઓના કર્મચારીઓ ફરજીયાત હેલ્મેટ પહેરે તે માટે રાજ્યના પોલીસ વડા દ્વારા આજે રાજ્યભરમાં સરકારી કચેરીઓ બહાર હેલ્મેટ ડ્રાઇવ યોજવાનો આદેશ આપવામાં આવ્યો હતો. જે અન્વયે મોરબી ટ્રાફિક પોલીસ દ્વારા આજે સવારે એસપી કચેરી, કલેકટર કચેરી અને જિલ્લા પંચાયત કચેરીના ગેટ પાસે હેલ્મેટ ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. જેમાં થોડી જ કલાકમાં 30 જેટલા કર્મચારીઓ હેલ્મેટ વગર ટુ વ્હીલર લઈને આવતા તેઓને રૂૂ.500નો દંડ ફટકારવામાં આવ્યો છે. જ્યારે જે સરકારી કર્મચારી હેલ્મેટ પહેરીને આવ્યા છે તેઓને ગુલાબ આપી સન્માનિત કરવામાં આવ્યા છે.

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Advertisement