બધાઇ હો બધાઇ... PM મોદીને વિવિધ ક્ષેત્રના લોકોના હેપ્પી બર્થ ડે
વોર્ડ નં 1થી 18માં આવેલા તમામ શિવ મંદિરોમાં ભાજપ દ્વારા પૂજન, અભિષેક અને પ્રાર્થના, પદ્મકુંવરબા હોસ્પિટલમાં સાફ સફાઇ : રાજકીય, સામાજિક, ધાર્મિક સંસ્થાઓ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા
ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75 માં જન્મદિવસની આજે દેશભરમા ઉજવણી થઇ રહી છે રાજકોટમા પણ વિવિધ કાર્યક્રમો યોજાય રહયા છે વડાપ્રધાનના દિર્ધયાયુ માટે રાજકોટમા ઠેર ઠેર પ્રાર્થના , પુજન અર્ચન થઇ રહયુ છે અને શહેરના વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા વડાપ્રધાનને જન્મદિવસ માટેની શુભેચ્છા પાઠવવામા આવી રહી છે.
નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસની ઉજવણી વિવિધ સેવાકીય કાર્યક્રમો થકી તા. 17 સપ્ટેમ્બર થી તા. 02 ઓકટોબર સુધી સેવા પખવાડીયા તરીકે ઉજવવામાં આવશે. તા.17/09 ના સવારે વોર્ડ નં. 1 થી 18 ના શિવમંદિરોમાં પૂજન અભિષેક અને પ્રાર્થના તેમજ સેન્ટ્રલ બસ સ્ટેન્ડ અને પદ્યકુંવરબા હોસ્પિટલની સાફ સફાઈનો કાર્યક્રમ યોજાશે. શહેર ભાજપ પ્રમુખ ડો.માધવ દવે, મહામંત્રી અશ્વીન મોલીયા, વિરેન્દ્રસિહ ઝાલાએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને તા. 17 સપ્ટેમ્બરે તેમના જન્મદિવસે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતુ કે સમગ્ર વિશ્વમાં ગુજરાત અને ભારત માતાનું નામ રોશન કરનાર નરેન્દ્રભાઇ મોદીના આજે 75 માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે ત્યારે નરેન્દ્રભાઇ મોદી એક સાદી જીવનશૈલી ધરાવતા નેતા તરીકે વિશ્વભરમાં પ્રસિધ્ધ છે.ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમના કાર્યકાળમાં શરૂૂ થયેલ ગુજરાતની વિકાસયાત્રા ને હાલ મૃદુ અને મકકમ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી અને પ્રદેશ ભાજપ સી.આર.પાટીલજીના માર્ગદર્શન હેઠળ રાજયની ભાજપ સરકાર આગળ વધારી રહી છે. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઇ મોદીએ ગુજરાતનો વિકાસ વિવિધ યોજનાઓ દ્વારા અમલમાં મુકયો હતો.
ગુજરાત પ્રદેશ ભાજપ અગ્રણી અને સૌરાષ્ટ્રના લડાયક ખેડૂત નેતા ચેતનભાઈ રામાણી એ જણાવતા કહ્યુ હતુ કે, વૈશ્વિક મંચ પર ભૌરતને શક્તિશાળી, ગૌરવશાળી અને આત્મનિર્ભર બનાવનાર ગુજરાતના પનોતા પુત્ર અને ભારતવા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો આજે તા.17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે ત્યારે તેમને શુભકામનાઓ પાઠવુ છુ અને આ જન્મદિને શુભેચ્છા આપવા ભારત સહીત વિશ્વના અનેક દેશોના અગ્રણી રાજકારણીઓ ભારતીય જનતા પાર્ટીના હજારો સંગઠકો, લાખો કાર્યકરો, અને દેશની કરોડો જનતા આતુર બની છે કેમ કે વડનગરના આ વિરલાએ ગુજરાતનો ડંકો ભારતમા અને હવે ભારતનો વિશ્વભરમાં વગાડી રહ્યા છે.
નુતન યુગના નાયક નરેન્દ્ર મોદી 75 શીર્ષક અંતર્ગત નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન કરાયેલા કાયદાકીય અને બંધારણીય સુધારા સંદર્ભે લીગલ રિસર્ચ ફાઉન્ડેશન અને એચ. એન. શુક્લ લો કોલેજના ઉપક્રમે સૌરાષ્ટ્રના અગ્રણી કાયદાવિદોની ઉપસ્થિતિમાં મહત્વપૂર્ણ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી અને લીગલ રિસર્ચ ફાઉન્ડેશનના ચેરમેન , ડો. કમલેશ જોષીપુરા, લો ફેકલ્ટીના વરિષ્ઠ અગ્રણી નેહલ શુક્લ, સરકારી લો કોલેજના પ્રિન્સિપાલ કમલેશ બુધભટ્ટી, મહેશભાઈ ચૌહાણ, બાર એસોસિએશન ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી ભાવના જોશીપુરા, રાજેન્દ્રભાઈ દવે, એ. એચ. ચૌહાણ તેમજ સૌરાષ્ટ્રના અગ્રણી ધારાશાસ્ત્રીઓ અને કાયદાવિદ્યા શાખાના પ્રાધ્યાપકોની ઉપસ્થિતિમાં બંધારણના અભ્યાસો ડો. કમલેશ જોશીપુરાનું મુખ્ય વક્તવ્ય આયોજિત કરવામાં આવ્યું હતું. આ સંવાદમાં ક રસપ્રદ રીતે 2014 થી 2025 સુધી નરેન્દ્ર મોદી સરકાર દ્વારા કાનૂની અને બંધારણીય સુધારાની વિશ્ર્લેષણાત્મક છણાવટ કરવામાં આવી હતી.
ડો. કમલેશ જોષીપુરા એ જણાવ્યું હતું કે ભારતમાં ન્યાયતંત્રથી લઈ અને ટોચના બંધારણ વિદો પણ અનુચ્છેદ 370 નાબૂદ કરી શકાય કે કેમ તે અંગે વિશ્વસ્ત ન હતા એટલું જ નહીં પરંતુ દેશમાં ત્રીપલ તલાક નાબૂદ કરી શકાય, જીએસટીનું અમલીકરણ થઈ શકે અને સરળતાથી અને સફળતાથી તે ચાલી શકે પાડોશી દેશોમાં વસ્તી હિન્દુ લઘુમતીને કાયમી નાગરિકત્વ આપી શકાય, આ બધી જ બાબતો ભારતના સર્વ ભૌમત્વ અને ભારતની એકતા અને અખંડિતતા સાથે સંકળાયેલી એવી બધી જ બાબતો હતી પરંતુ નરેન્દ્ર મોદી નામના જનનાયક એ આ પડકારોને ઝીલી અને પડકારોને પડકારી સફળતાપૂર્વક સરળતાથી જનતાના વિશ્વાસ સાથે આ બધા જ સંકલ્પો સિદ્ધ કર્યા છે. વ્યક્તિમાં પ્રમાણિકતા હોય રાજકીય ઈચ્છા શક્તિ હોય સૌને સાથે લઈ અને ચાલવાનું મક્કમ નેતૃત્વ હોય તથા અડચણો અવરોધો આજે, 17 સપ્ટેમ્બર 2025ના રોજ, ભારતના લોકપ્રિય અને દૂરંદેશી નેતા, આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ છે. તેમના આ ખાસ દિવસે, તેમના અથાગ પરિશ્રમ, દેશ પ્રત્યેની અતૂટ સમર્પણ ભાવના અને ભારતને વૈશ્વિક મંચ પર નવી ઊંચાઈઓ પર લઈ જનારા નેતૃત્વ ને વંદન છે.
સંઘના પ્રચારક થકી રાષ્ટ્ર નિર્માણની દિશામાં મોદીજીએ એક સુવર્ણ અધ્યાય લખવાની જે શરૂૂઆત કરી હતી અને સંઘની રાષ્ટ્રભાવના, શિસ્ત, ત્યાગ, બલિદાન અને સમર્પિતતાના ભાવને જીવનમંત્ર બનાવી માનવતાવાદ અને પ્રચંડ રાષ્ટ્રવાદની ભાવનાને જન-જન સુધી લઈ જવા માટે સંકલ્પિત થનાર મોદી સાહેબે દેશ ના સર્વાંગી વિકાસ ને નવી ઊંચાઈ આપી છે.વિકાસનાં ઉચ્ચત્તમ ધોરણો પ્રસ્થાપિત કરવાની શરૂૂઆત મોદીજી એ પંચશક્તિ (જળ, જન, રક્ષા, ઊર્જા અને જ્ઞાન)ના સફળ આયોજન થકી કરી. જેના કારણે પ્રજાને સ્પર્શતા અગત્યના ક્ષેત્રોમા આમૂલ પરિવર્તન આવ્યુ તેમ રાજકોટ જીલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણીએ જણાવ્યુ હતુ.
પરીશ્રમ અને સેવાભાવી જીવનથી વિશ્ર્વને નવી દિશા બતાવી: મંત્રી ભાનુબેન બાબરિયા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75માં જન્મદિવસના પાવન અવસર પર રાજકોટ 71-ગ્રામ્ય વિધાનસભાના ધારાસભ્ય અને રાજયના કેબિનેટ મંત્રી મતી ભાનુબેન બાબરીયાએ શુભેચ્છા પાઠવી તેમને દીર્ઘાયુષ્ય, સદાય સારા સ્વાસ્થ્ય અને અખૂટ ઊર્જા બક્ષે તેવી પ્રાર્થના કરી છે. માન. નરેન્દ્રભાઈ મોદીએ પોતાના દ્રઢ સંકલ્પ, અવિરત પરિશ્રમ અને સેવાભાવી જીવન દ્વારા માત્ર ભારતને જ નહીં પરંતુ સમગ્ર વિશ્વને પ્રગતિ, વિકાસ અને નવી દિશા બતાવી છે. તેમની પ્રેરણાદાયી નેતાગીરીથી દેશના તમામ ક્ષેત્રોમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. આધુનિક ભારતના શિલ્પી અને વિશ્વનેતા તરીકે ખ્યાતિ પામનાર વડાપ્રધાનએ દેશના વિકાસની ગૌરવયાત્રા રાજકોટથી શરૂૂ કરીને સમગ્ર ગુજરાતને આજે સમગ્ર ભારતનું રોલમોડેલ બનાવ્યું છે. આદરણીય વડાપ્રધાનએ રાજકોટ સહિત સૌરાષ્ટ્રના પંથકને સૌની યોજના થકી હરિયાળું તેમજ પાણીદાર બનાવ્યું, અત્યાધુનિક આરોગ્ય સુવિધા માટે એઇમ્સ, આંતર રાષ્ટ્રીય હવાઈ મથક, આમ અનેક વિધ વિકાસલક્ષી કાર્યોની રાજકોટને ભેટ આપી છે. વડાપ્રધાનએ 2014માં ભારતની ધુરા સંભાળી ત્યારથી અતુલ્ય ભારત અને શ્રેષ્ઠ ભારતના વિકાસમાં અથાગ પ્રયત્નો કર્યા છે. આજે તેમના નેતૃત્વમાં ભારત દેશે વિકાસની દોટ ભરી છે. ભારત આજે આર્થિક મજબુતિકરણ સાથે વિશ્વની ત્રીજા નંબરની ઇકોનોમી બનવા જઈ રહ્યું છે. મહિલા અને યુવાઓ, ગરીબો, ખેડૂતો તેમજ શ્રમિકો આ પંચસ્તંભને દેશના વિકાસની અગ્ર હરોળમાં લાવવા બજેટમાં પ્રાથમિકતા આપી, રાષ્ટ્રીય પોષણ અભિયાન, નારી શકિતની પહેલને પ્રાધાન્ય આપતા દેશની સંસદમાં પણ મહિલાઓને પ્રાધાન્ય આપતા નારી શકિત બિલ પ્રસ્થાપિત કરાવ્યું.
દેશના સર્વાંગી વિકાસ માટે તેઓનું દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ: રામભાઇ મોકરીયા
નરેન્દ્રભાઈ મોદીના 75 માં જન્મદિન નિમિત્તે શુભેચ્છા પાઠવતા રાજ્ય સભાના સભ્ય રામભાઈ મોકારીયાએ જણાવ્યું હતું કે, નરેન્દ્રભાઈ એક યુગ પુરુષ સમાન છે. દેશના સર્વાંગી વિકાસ માટે તેઓનું દ્રષ્ટિપૂર્ણ નેતૃત્વ, અવિરત પરિશ્રમ, અડગ સંકલ્પ અને મક્કમ મનોબળ આપણા માટે પ્રેરણાદાયી છે. તેમના નેતૃત્વ હેઠળ ભારત નવી ઉંચાઈના શિખરો સર કરી રહ્યું છે. ભારતના 15મા વડાપ્રધાન તરીકે તેઓએ લીધેલ મહત્વના પગલાઓ જેવાકે, તલ્લાક અંગેના કાયદામાં સુધારો, બંધારણનાં અનુચ્છેદ 370 હેઠળ જમ્મુ-કાશ્મીર રાજ્યનો વિશેષ દરજ્જો નાબુદી, કરોડો સનાતન હિંદુ ધર્મપ્રેમીઓના આસ્થા કેન્દ્ર સમાન રામ મંદિરનું નિર્માણ, કાળાનાણા નાબુદી માટે નોટબંધી, તેમજ ઓપરેશન સિંદુર દ્વારા દુનિયા ને આધુનિક ભારતની તાકાતનો પરચો કરાવવો, હાલના વૈશ્વિક આર્થિક કપરા સંજોગોમાં વિશ્વ વેપાર અને લોકલ ફોર વોકલ નો નારો આપી સ્વદેશની ચીજ વસ્તુઓ નો જ ઉપયોગ કરવાનું આહવાન આપી વિશ્વમાં ભારતનું યોગ્ય સ્થાન ઉભું કરવું વિગેરે ક્રાંતિકારી પગલાઓ હિમતભેર લઇ ભારતદેશને વિકાસના પંથે લઇ ગયેલ છે. સને 2047 મા ભારતને મહાસત્તા બનાવવાની તેમની નેમ સાથે વિશ્વના મંચ પર એક નવા આત્મવિશ્વાસ સાથે ભારતને ગૌરવ અપાવેલ છે. તેમની રાષ્ટ્રસેવા પ્રત્યેની અડગ નિષ્ઠા,આપણા માટે ગૌરવ સમાન છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિનની શુભેચ્છા પાઠવતા મનપાના પદાધિકારીઓ
રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષ નેતા મતી લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા ગુજરાતના પનોતા પુત્ર, ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 75-મા જન્મ દિવસની ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે અને જણાવે છે કે, વર્ષ 2014થી સતત ત્રીજી વખત દેશનું સફળતાપૂર્વક સુકાન સંભાળી રહેલા આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના પોતાના શાસનકાળમાં રાજ્યને પ્રગતિના પંથ પર લઈ જઈ, "વિકાસ મોડેલ" તરીકે આગળ ધપાવ્યા બાદ ભારત દેશને પણ વિકાસનો નવો રાહ ચીંધ્યો છે. સરકાર દ્વારા મેક ઈન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ વગેરે ઝુંબેશ મારફત સેવા, સુશાસન, ગરીબ કલ્યાણના 11 વર્ષ, સંકલ્પથી સિધ્ધિ-સેવા અને સુશાસનના 11 વર્ષ દરમ્યાન સૌ દેશવાસીઓને આ વિકાસ યાત્રામાં હોંશભેર સામેલ કર્યા છે. ભારતનો જી.ડી.પી. દર 7.4% છે જે દુનિયામાં ઝડપથી વિકાસ પામતા તમામ અર્થતંત્રોમાં સૌથી વધુ છે.
મોદીજીના નેતૃત્વમાં ભારતમાતા પરમવૈભવના શિખરે બિરાજિત થશે: ત્યાગ સ્વામી
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પંચોતેરમા જન્મદિન નિમિત્તે આત્મીય યુનિવર્સિટી દ્વારા અમૃત સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આત્મીય યુનિવર્સિટીના અધ્યક્ષ ત્યાગવલ્લભસ્વામી, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, રાજકોટ મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકર, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ મુકેશભાઈ દોશી ,શહેર ભાજપ ઉપપ્રમુખ રાજદીપસિંહ જાડેજા , યુવા ભાજપ પ્રમુખ કિશન ટીલવા, જેએમજે ગ્રુપના ચેરમેન મયુરધ્વજસિંહ જાડેજા સહિતના મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી અમૃત સન્માન યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. આત્મીય યુનિવર્સિટીના અધ્યક્ષ ત્યાગવલ્લભ સ્વામીએ યાત્રા અંગે વાત કરતા કહ્યું હતું કે, રાજકોટની સરદારની આ જ પ્રતિમા જેનાં ચરણોમાં આપણે એકત્ર થયા છીએ તેને શ્રધ્ધાસુમન અર્પણ કરીને નરેન્દ્રભાઈએ પોતાના જીવનની પહેલી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા પ્રસ્થાન કર્યું હતું. રાજકોટ વિધાનસભાની પેટચૂંટણી માટે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ અમૃત સન્માન યાત્રામાં આત્મીય પરિવારની શૈક્ષણિક સંસ્થાઓના પાંચ હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હતા. આત્મીય યુનિવર્સિટીના કુલપતિ પ્રો. રાકેશકુમાર મુદગલ, રજીસ્ટ્રાર ડો.ડી. ડી.વ્યાસ, વિરાણી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. કાર્તિક લાડવા, ડો. જી.ડી.આચાર્ય વગેરેના માર્ગદર્શનમાં ડો. આશિષ કોઠારી, ડો. જયેશ ઝાલાવાડિયા, ડો. જનક મારુ, જીજ્ઞેશ રાઠોડ, સહીતના અધ્યાપકો અને કર્મચારીઓએ યાત્રાની સફળતા માટે જહેમત ઉઠાવી હતી.
નરેન્દ્રભાઈ મોદીના સક્ષમ નેતૃત્વમાં ભારત ‘વિકાસ યાત્રા’ તરફ આગળ વધી રહ્યો છે : ઉદય કાનગડ
વિકાસના સ્વપ્નદૃષ્ય અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો આવતીકાલે તા.17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે ત્યારે ભારત માતાને સમગ્ર વિશ્વમાં ગૌરવ અપાવનાર ગુજરાતના સપુત મામ) નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવેલ હતું કે 2014માં લોકસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી અને દેશવાસીઓના અપાર સ્નેહથી ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો અને દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી આરૂૂઢ થયા અને સંસદમાં પ્રવેશ કરતા પહેલા શીશ ઝુકાવી પોતાનો કાર્યભાર સંભાળ્યો એ ઐતિહાસિક ક્ષણના આપણે સૌ સાક્ષી છીએ. ત્યારે સતત ત્રીજી વખત દેશની પુરા સંભાળનાર નરેન્દ્રભાઈ મોદીની રાષ્ટ્રનિષ્ઠા, સમાજ પ્રત્યેની સંવેદના, ફરજ પ્રત્યેની સભાનતા, કાર્યકર્તાઓ પ્રત્યે અપાર પ્રેમ, વિચારધારા પ્રત્યેની અડગ શ્રધ્ધા, દેશના દુશ્મનો પ્રત્યે મજબૂત રણટંકાર અને ભ્રષ્ટાચારીઓને અક્ષમ્ય શિક્ષા જેવા ગુન્નોથી સમાજને પ્રેરણા મળે છે. ત્યારે નરેન્દ્રભાઈ મોદી સ્વયંથી આગળ વધતા-વધતા માત્ર ન એક સંસ્થા કે સરકાર બન્યા છે, પરંતુ એક વિચાર બની ગયા છે. આ વિચાર ધ્વારા જ તેઓ રાષ્ટ્રને પરમ વૈભવના શિખરે બીરાજમાન કરવા પોતાનું સમગ્ર જીવન-દિવસની પ્રત્યેક ક્ષણ આપવા કટિબધ્ધ બની ગયા છે. નરેન્દ્રભાઈ મોદી ’લોકોના નૈતા’ છે, જે તેમની સમસ્યાઓનું સમાધાન કરવા અને તેમની સુખાકારીમાં સુધારો કરવા માટે સમર્પિત છે.
પ્રજાવત્સલ, વિઝનરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ : રાજુ ધ્રુવ
દેશના હિતના રક્ષણ માટે કોઈપણ વિદેશી તાકાત સામે નહીં ઝૂકવાની નીતિને પરિણામે વૈશ્ર્વિક સ્તરે ભારતનું વજન વધાર્યું
ભારત માતાના સપૂત, વૈશ્વિક કક્ષાએ સન્માનનીય નેતા સર્વાધિક લોકપ્રિય શાસક, પ્રખર રાષ્ટ્રવાદી વિચારક ચિંતક અને દેશભક્ત વડાપ્રધાન નરેન્દ્ર્ભાઈ મોદીનો તા. 17ને બુધવારે 75મો જન્મદિવસ છે અને ગુજરાત ના આ સપૂત પનોતા પુત્ર ના યશસ્વી જન્મદિવસને લોકો અમૃત મહોત્સવ તરીકે ઉજવશે તેમ જણાવી સૌરાષ્ટ્ર ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે જન્મદિવસનાં અભિનંદન પાઠવ્યા છે અને તેમના દીર્ઘાયુ-શતાયુ માટે કામના કરી છે.
રાજુભાઇ ધ્રુવે કહ્યું છે કે, વિશ્વ નેતા તરીકે પ્રસ્થાપિત થયેલા નરેન્દ્ર્ભાઈ મોદી દેશની દેશની જનતાના હ્રદયમાં બિરાજે છે તેથી પ્રજાજનો તેમને અંતરના ઉમળકાથી અઢળક શુભેચ્છા પાઠવે છે.
રાજુભાઇ ધ્રુવે કહ્યું છે કે, પ્રખર રાષ્ટ્રભક્તિ સાથે સ્થિર અને શક્તિશાળી સરકાર આપનાર પ્રચંડ પરાક્રમી અને પુરુષાર્થી વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી ન ભૂતો ન ભવિષ્યતી છે. તેમના હૈયે હમેશા ભારત માતાનું હિત જોડાયેલુ રહે છે અને તેમના પ્રજાવત્સલ શાસન -દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ સામે કોઈ દુશ્મન દેશ આંખ ઉઠાવવાની કોશિશ કરી શકતો નથી. તેમના નેતૃત્વમાં આજે ભારતીય નાગરિક વધુ સુરક્ષિત અને સલામત બન્યો છે. રાજુભાઇ ધ્રુવે એમ પણ જણાવ્યુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર્ભાઈ મોદીએ કોઈ પણ વિદેશી તાકાત સામે ઝૂક્યા વગર તેમના માટે ભારત અને ભારતવાસીઓ જ સર્વોપરી છે તે વિશ્વને બતાવી દીધુ છે. નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે રેલવે સુરક્ષા, આધુનિકીકરણ, ઞઙઈં, રસીકરણ ડ્રાઈવ અને પાસપોર્ટ સુવિધાઓ વગેરેમાં પણ ઘણો બદલાવ કર્યો છે. આ 11 વર્ષ દરમિયાન રામમંદિર બનીને તૈયાર થઇ ગયું એ સૌથી મોટી ઉપલબ્ધિ છે. દેશના વિકાસને ગતિ પ્રદાન કરવા અને લોકોનાં જીવનમાં બદલાવ લાવવા માટે તેમની સરકારે અનેક પ્રયાસો કર્યા છે. તાજેતરમાં જ જી.એસ.ટી.ના દરોમાં ધરખમ ઘટાડો કરીને પ્રજાને રાહત આપી છે અને ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગના જીવન ધોરણને ઊંચું લાવવા પ્રયાસ કર્યો છે જે સરાહનીય છે.