કાલાવડ નાકા બહારના જોખમી પુલ પર ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ
12:51 PM Jul 18, 2025 IST | Bhumika
જામનગરના કાલાવડનાકા બહારનો મુખ્ય પુલ કે જે જર્જરિત અને જોખમી બની ગયો હોવાથી જામનગર મહા નગરપાલિકાના કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી જાહેરનામું બહાર પાડીને આ પૂલ પરથી ભારે વાહનની અવરજવર પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
Advertisement
જેના વિકલ્પમાં અન્ય રસ્તો ચાલુ કરવામાં આવ્યો છે. કાલાવડ નાકા બહાર તરમામદ સોસાયટી પાસે આવેલો બેઠો પુલ, કે જેના ઉપરથી ભારે વાહનની અવરજવર ઉપર પ્રતિબંધ લગાવાયો હતો, અને તે માર્ગ પર આડસ પણ મુકાયેલી હતી. જેથી ભારે વાહનો ત્યાંથી પસાર થઈ શકતા ન હતા. પરંતુ હાલના વિકલ્પના માર્ગ તરીકે તેની આડશ હટાવી દેવામાં આવી છેઝ અને ભારે વાહનોને આ બેઠા પૂલ પરથી અવરજવર માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
Advertisement
Advertisement