For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભારે વરસાદથી 163 ગામડામાં અંધારપટ્ટ

05:16 PM Aug 20, 2025 IST | Bhumika
ભારે વરસાદથી 163 ગામડામાં અંધારપટ્ટ

સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેતીવાડીનાં 529 ફીડર બંધ; 4 ઔદ્યોગિક ફીડરની લાઈટ ગુલ

Advertisement

છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને લીધે વીજ પુરવઠાને મોટા પાયે અસર થઇ છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં 163 ગામડામાં અંદરપટ છવાયો છે. કુલ 595 ફીડર બંધ છે તેમજ 4 ઔદ્યોગિક ફીડર પણ બંધ થયા છે. PGVCL દ્વારા યુદ્ધના ધોરણે વીજ પુરવઠો પૂર્વવત કરવા કામગીરી હાથ ધરાઈ છે.

પશ્ચિમ ગુજરાત વિજ લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા આજે બપોરે 12:00 વાગ્યા સુધીની ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (ઇઓસી) રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ અનુસાર, વિવિધ વિસ્તારોમાં થયેલા ભારે વરસાદને કારણે કુલ 595 ફીડરો પ્રભાવિત થયા છે, જેમાંથી 52 ફીડરો જ્યોર્તિગ્રામ યોજનાના છે. આ ઉપરાંત ખેતીવાડીકેટેગરીમાં 529 ફીડરો પ્રભાવિત થયા છે, જેમાં શહેરી, ગ્રામ્ય, ટાઉન, એચટી, અને જીઆઇડીસી/ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારો સામેલ છે.

Advertisement

PGVCLના ડેટા અનુસાર રાજકોટ ગ્રામ્યમાં 15, પોરબંદરમાં 139, જૂનાગઢમાં 132, જામનગરમાં 67, ભુજમાં 57, અંજારમાં 41, ભાવનગરમાં 64, બોટાદમાં 5, અમરેલીમાં 48, અને સુરેન્દ્રનગરમાં 25 ફીડરો બંધ થયા છે.
ભારે વરસાદથી 27 થાંભલાને નુકસાન થયું છે અને 1 ટીસી ડેમેજ થયું છે.પીજીવીસીએલની ટીમો દ્વારા હાલ રિસ્ટોરેશનની કામગીરી ચાલુ છે , જેથી વીજ પુરવઠો ઝડપથી પુન:સ્થાપિત થઈ શકે.

Advertisement
Tags :
Advertisement
Advertisement