ઉપલેટા ગ્રામ્યમાં અને ઓસમ ડુંગર વિસ્તારમાં વરસાદથી ખેડૂતોને મોટું નુક્સાન
થોડા સમય પહેલા ઉપલેટા તાલુકામાં ભારે વરસાદ થયેલ જેમના કારણે પાટણવાવ ઓસમ ડુંગર વિસ્તારના અને ભાદર, મોજ અને વેણુ નદીના પાણી મજેઠી, કુંઢેચ, લાઠ અને ભીમોરા ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોના ખેતરોમાં ફરી વર્યા હતા.
ઉપલેટાના મજેઠી ગામમાં ભારે વરસાદ વરસી જતાં અને ડુંગર વિસ્તારના અને ભાદર, મોજ અને વેણુ નદીના પાણી મજેઠી ગામના અંદાજે 2000 વીઘામાં પાણી ફરી વળતા કપાસ, મગફળી, સોયાબીન, ડાંગર, તુવેર, એરંડા સહિતના પાકો પાણીમાં ગરકાવ થઈ ગયેલ ત્યારબાદ ત્રણ દિવસ થયા વરસાદે વિરામ લીધો હોય ખેડૂતો ખેતરમાં જઈ પાક જોતા પાકનો સોથ વળી ગયેલ હોય, ખેડૂતોને મોટા પ્રમાણે નુકસાન ગયેલ છે ત્યારે અગાઉ પણ વરસાદને કારણે પાક નિષ્ફ્ળ ગયેલ ત્યારે પણ કોઈ સર્વે કરવા આવેલ ન હોય ફરીવાર વરસાદને કારણે મજેઠી, કુંઢેચ, લાઠ અને ભીમોરા ગામના ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન ગયેલ હોય ત્યારે સતત છેલ્લા ત્રણ વરસમાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે ખેડૂતોને ખેતી કરવી મુશ્કેલ બની ગઈ હોય ત્યારે ખેડૂતની હાલત હવે દયનિય બનતી જતી હોય ત્યારે મજેઠી ગામના ખેડૂતો પોતાનો પાક ફરી નિષ્ફ્ળ જતા હવે સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી સહાયની માંગ કરી રહ્યો છે ત્યારે હાલ સૌરાષ્ટના ખેડૂતોની હાલત અવિરત ભારે વરસાદને કારણે કફોડી બની હોય ને સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે.
(તસવીર : દિનેશ ચંદ્રવાડીયા - ઉપલેટા)