લાંબા વિરામ બાદ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ, રાજુલામાં રસ્તાઓ વહેવા લાગ્યા
લાંબા વિરામ બાદ ફરી એક વખત અમરેલી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજુલા, ખાંભા, ધારી ગીર અને જાફરાબાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને લઈ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
રાજુલા શહેરમાં ભારે વરસાદને લઈ બજારમાંથી પાણી વહેતા થયા છે. ખાંભાના ડેડાણ, માલકનેશ સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે. ડેડાણ ગામની બજારમાં નદીની માફક વહેતા થયા પાણી. કાંગસા, સુખપુર, ગોવિંદપુર સહિતના ગામમાં વરસાદ વરસ્યો છે. રાજુલ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ વરસ્યો છે.
ધોધમાર વરસાદને લઈ રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા છે. સારા વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો ખૂશખૂશાલ થયા છે. ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. લાંબા વિરામ બાદ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે.
રાજુલા, ખાંભા, ધારી બાદ જાફરાબાદ પંથકમાં ઘોઘમાર વરસાદ શરૂૂ થયો છે. જાફરાબાદના લોર, ફાચરીયા, કાગવદર, પાટી, માણસા સહીતના ગામમાં ઘોઘમાર વરસાદ શરૂૂ થયો છે. થોડા દીવસોના વિરામ બાદ વરસાદ શરૂૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.