For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી જિલ્લામાં ત્રણ દિવસથી પડતા માવઠાથી શહેરીજનોની મુશ્કેલીમાં વધારો

11:21 AM Oct 30, 2025 IST | admin
મોરબી જિલ્લામાં ત્રણ દિવસથી પડતા માવઠાથી શહેરીજનોની મુશ્કેલીમાં વધારો

મોરબી જીલ્લામાં સતત બે દિવસથી વરસાદી માહોલ જોવા મી રહ્યો છે કમોસમી વરસાદને પગલે ખેડૂતોની મુશ્કેલી વધી છે અને પાકમાં નુકશાની આવવાની શક્યતાઓ વર્ણવી રહ્યા છે તો હજુ પણ અગામી 3 દિવસ હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. શિયાળામાં આકાશી આફતના મંડાણ થયા છે ત્યારે ગુજરાતભરના અનેક જિલ્લાઓમાં મેધરાજા નું રૌદ્ર સ્વરૂૂપ જોવા મળ્યું હતું આજ સવારથી સૌરાષ્ટ્રભરમાં વાદળછાયું વાતારવણ જોવા મળે છે તો ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે વરસાદ વરસતા શહેરીજનોની મુશ્કેલીમાં વધારો થયા છે અનેક સ્થળે પાણી ભરવાના દર્શ્યો સામે આવી રહ્યા છે.

Advertisement

મોરબી શહેર અને જીલ્લામાં ગઈકાલે આફતના મંડાણ થયા હતા દિવસ દરમિયાન મેધરાજાની બેટિંગ જોવા મળી હતી જેના પગલે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાયા હતા તો ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે ખેત પેદાશોમાં નુકશાની આવી છે.મોરબી જીલ્લામાં રાત્રીના 8 થી સવારના 8 વાગ્યાના સુધીમાં મોરબી 9 એમએમ, માળિયા 4 એમએમ, ટંકારા 15 એમએમ એમએમ અને વાંકાનેર 7 એમએમ વરસાદ નોંધાયો હતો તો હળવદ પંથકમાં પણ હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા આજે વહેલી સવારથી જીલ્લામાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યો છે તો મોરબી જીલ્લામાં કેટલાક ભાગોમાં ઝરમર વરસાદ વરસી રહ્યો છે.

શિયાળે વરસાદી આફતને પગલે ખેડતો મુશ્કેલીમાં મુકાયા છે જેમાં કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાકોમાં ભારે નુકશાની આવી છે તો સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદીનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ પલળી ગયેલ મગફળી શું સરકાર ખરીદી કરશે કે ખેડૂતોના માથે ઓઢીને રોવાનો વારો આવશે તે મોટો સવાલ છે.
મોરબીનો મચ્છુ 2 ડેમ 100 ટકા ભરાઈ ગયો છે અને સોમવારે પડેલા વરસાદને પગલે ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે ડેમ અધિકારી પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મચ્છુ 2 ડેમનો એક દરવાજો બે ઇંચ ખોલવામાં આવ્યો છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement