છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની ભીતિ, 70 કિ.મી. કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના વ્યકત કરતા આંબાલાલ
નવરાત્રિમાં છઠ્ઠા નોરતાથી દશેરા સુધી ભારે વરસાદની શક્યતા, અંબાલાલ પટેલે આગાહી કરી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 14થી 20 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં ચક્રવાતનું જોખમ હોવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે.
ગુજરાતમાં હવામાન વિભાગે બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ 14થી 20 સપ્ટેમ્બર દરમિયાન વરસાદની આગાહી કરી છે. બંગાળની ખાડીમાં ચક્રવાતનું જોખમ હોવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. આ વરસાદ કૃષિ પાકો માટે ફાયદાકારક રહે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ વધુ રહે તેવી સંભાવના છે.અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે, નવરાત્રિ સમયે વાદળછાયુ વાતાવરણ રહેશે. છઠ્ઠા નોરતાથી ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. દશેરા સુધી ગાજવીજ સાથે વરસાદની શક્યતાઓ છે. બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનવાની આગાહી કરવામાં આવી છે. 27થી 30 સપ્ટેમ્બર સુધી બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ બનશે. દક્ષિણ ગુજરાતમાં 60થી 70 કિ.મીની ઝડપે પવન ફૂંકાશે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે. ઓક્ટોબરમાં ચક્રવાતનું જોખમ સર્જાય તેવી સંભાવનાઓ છે. સાતમી નવેમ્બરથી ગુજરાતમાં માવઠું થઈ શકે છે.