સવારથી સટાસટી, જેસરમાં 9-પાલિતાણામાં 7.5 ઈંચ
બપોર સુધીમાં 101 તાલુકામાં વરસાદ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસુ બેસી ગયું
ગુજરાતમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ગઈ છે. વડોદરા, વલસાડ, ડાંગ, છોટા ઉદેપુર, ભરૂચ, ભાવનગર અને બોટાદ સહિતના જિલ્લાઓના 101 તાલુકામાં સવારે 6 વાગ્યેથી બપોરે 2 વાગ્યા સુધીમાં નવ ઈંચ જેટલો વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જેમાં સૌથી વધુ ભાવનગરના જેસરમાં 8 કલાકમાં 9.6 ઈંચ અને પાલિતાણામાં 7.5 ઈંચ વરસાદ વરસી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
ગુજરાતમાં આજે સવારેથી મેઘરાજાએ અનરાધાર બેટીંગ શરૂ કરી હતી. સવારે 6:00થી બપોરે 2 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં મધ્યમથી ભારે વરસાદ પડ્યો હતો, જેમાં ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં સૌથી વધુ 230 મીમી (6.97 ઇંચ) વરસાદ નોંધાયો હતો, ત્યારબાદ પાલિતાણામાં 185 મીમી અને મહુવા (ભાવનગર)માં 176 મીમી વરસાદ પડ્યો હતો. સાથો સાથ તળાજા, ગારિયાધાર, સિંહોર, રાજુલામાં પણ 1થી 2॥ ઈંચ જેટલો વરસાદ પડ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
રાજ્યના 101 તાલુકામાં આજે સવારે 6 વાગ્યાથી અનરાધાર વરસાદ વરસવો શરૂ થયો છે. ભાવનગર જિલ્લામાં, પાંચ તાલુકાઓ, જેસર, પાલિતાણા, મહુવા, તળાજા અને સિહોર, વરસાદની દ્રષ્ટિએ ટોચના દસ તાલુકાઓમાં સ્થાન મેળવ્યું હતું, જે પ્રદેશમાં ચોમાસા પહેલાનો તીવ્ર વરસાદ દર્શાવે છે. અમરેલીના રાજુલામાં 43 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે વલસાડના ઉમ્બરગાંવ અને ગીર સોમનાથના ઉનામાં 31 મીમી વરસાદ નોંધાયો છે. રાજ્ય ઇમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, આજે બપોરે 12 વાગ્યા સુધીના 6 કલાક દરમિયાન રાજ્યના કુલ 70 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે.