રાજ્યમાં 'શક્તિ' વાવાઝોડાના ખતરા વચ્ચે ભારે વરસાદની આગાહી, આ જીલ્લામાં એલર્ટ જાહેર
અરબ સાગરમાં વાવાઝોડું 'શક્તિ' વધુ ખતરનાખ બન્યું છે. જણાવ્ય અનુસાર આગામી 5 ઓક્ટોબર સુધી શક્તિ વાવાઝોડું ગતિ કરશે. 6 ઓક્ટોબરે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુ-ટર્ન લેશે. ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતાઓ છે. ત્યારે વાવાઝોડાના સંકટ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ મુંબઈ અને ગુજરાત સહિતના જિલ્લામાં ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
'શક્તિ' વાવાઝોડાની અસરને લઈને હવામાન વિભાગે આગામી 8-9 ઑક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. 8 ઑક્ટોબરે સુરત, નવસારી, વલસાડ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે 9 ઑક્ટોબરે વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને લઈને હવામાન યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
આગામી 10 ઑક્ટોબર સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ અને 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સખ્ત સૂચના આપવામાં આવી છે.
'શક્તિ' વાવાઝોડું હાલમાં રાજ્યના દ્વારકાથી 510 કિલોમીટરના અંતરે છે. તે હજુ પણ છેલ્લા 6 કલાકથી 13 કિ.મી. પ્રતિકલાકની ઝડપે જ આગળ વધી રહ્યું છે. જો કે, આ પહેલાં આ વાવાઝોડું મુંબઈ, રાયગઢ, ઢાણેસ સિંધુદુર્ગ, રત્નાગિરી અને પાલઘરમાં ભયાનક તબાહી મચાવી શકે છે. હાલ, વાઝોડાની આગાહીને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા અને સલાયા બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે.