રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દેવભૂમિમાં વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

11:56 AM Feb 17, 2024 IST | Bhumika
Advertisement

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આગામી તારીખ 25 મી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આગમન થનાર છે. બેટ દ્વારકા ખાતે વડાપ્રધાન મોદીના હસ્તે સિગ્નેચર બ્રિજને ખુલ્લો મુકવામાં આવનાર છે, ત્યારે આ માટેની તૈયારીઓ તેમજ વ્યવસ્થા ચકાસવા અંગે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ ભાજપના નેતાઓ અને આગેવાનોએ વિવિધ સ્થળોની મુલાકાત લઇ અને જરૂૂરી મીટીંગો યોજી હતી.

Advertisement

દ્વારકામાં સિગ્નેચર બ્રિજને ખુલ્લો મુકવા સાથે એન.ડી.એચ. ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે જંગી જાહેર સભાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. પ્રાંત અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી દ્વારા દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી તેમજ જિલ્લા પંચાયતના પી.એસ. જાડેજાને સાથે રાખીને મીટીંગ સાથે સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આગામી કાર્યક્રમો સંદર્ભે યોજાઇ ગયેલી મીટીંગ ઉપરાંત હેલીપેડથી જગતમંદિર સુધીના માર્ગ ઉપરાંત સભા સ્થળનું નિરીક્ષણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા મહામંત્રી યુવરાજસિંહ વાઢેર, જિલ્લા સંગઠનના રાજુભાઈ સરસીયા, મોહનભાઈ બારાઈ, ખેરાજભા કેર, રમેશભાઈ હેરમા, પરબતભાઈ વરુ, ખંભાળિયા શહેર પ્રમુખ અનિલભાઈ તન્ના, ઓફિસર ભરતકુમાર વ્યાસ, સી.એલ. ચાવડા, રાજુભાઈ બથીયા, આનંદભાઈ હરખાણી, ધરણાંતભાઈ ચાવડા, વિજયભાઈ બુજડ, સહિતના કાર્યકરોએ જોડાઈને વડાપ્રધાનના આગમન પૂર્વેની તૈયારીઓ અંગે નિરીક્ષણ કરી, વિવિધ આયોજનો બાબતે ચર્ચા વિચારણાઓ કરી હતી.

Tags :
Dwarkadwarka newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement