રાજુલામા ખાણનો પથ્થર ઉપરથી પડતા મકાનોને ભારે નુકસાન : બે લોકો ઈજાગ્રસ્ત
01:24 PM Oct 28, 2025 IST | admin
રાજુલા શહેર માં મોક્ષ ધામ પાસે પથ્થરની ખાણનો પથ્થર ઉપર થી પડતા બે મકાન નુકશાન થવા પામેલ આ મકાન પડતા કુલ બે વ્યક્તિ ને ગંભીર ઇજા થવા પામેલ બંને ઇજાગ્રસ્ત વ્યક્તિ ને રાજુલા સરકારી હોસ્પિટલ સારવાર માટે 108 મારફત ખસેડવા આવ્યા આ ધટના ની જાણ રાજુલા શહેર પ્રમુખ વનરાજ વરુ ને થતા તે ધટના સ્થળે વનરાજ વરુ તેમજ રાજુલા નગરપાલિકા વોર્ડ 4 સભ્ય અક્ષયભાઈ ધાખડા તેમજ રાજેશભાઈભાઈ ઝાખરા તેમજ આશિકભાઇ મુનિ સહિત લોકો દોડી આવેલ આ ધટના ની જાણ રાજુલા ચીફ ઓફિસર ને થતા તેમણે રાજુલા પાલિકા એન્જિનિયર પ્રભાતભાઈ જોશી પણ તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપેલ અને સ્થળ તપાસ કરવા ની સૂચના આપવા આવેલ આ ઘટના માં મુક્તાબેન અશોકભાઈ ખેંગાર દિશિતા વિજયભાઈ ખેંગાર ઉમર 6 માસ ને બંને લોકોને ઈજા થઈ છે
Advertisement
Advertisement
