લોધિકા પંથકના પાછોતરા વરસાદને લઈ કપાસ, સોયાબીન, મગફળી સહિતના પાકોને ભારે નુકસાન
તંત્ર દ્વારા સર્વે કરાવીને નુકસાનનું વહેલી તકે વળતર ચૂકવવા ખેડૂતોની માંગ
લોધિકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પાછોતરા વરસાદને પરિણામે ખેડૂતોના પાક લણવાના ટાણે ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. જે અંગે લોધિકાના કિસાન અશોકભાઈ વસોયા જયંતીભાઈ વસોયા કોઠાપીપળીયા ના જયેશ ઘાડીયા રાજ ઘાડીયા વગેરે ખેડૂતોએ જણાવ્યા અનુસાર લોધીકા પંથકના છેલ્લા કેટલાક દિવસો થી પડી રહેલ વરસાદને પગલે ખેડૂતોને મોઢામાં આવેલ કોડીયા છીનવાઈ ગયેલ છે.
ખેડૂતોએ વાવેલ મગફળી પાકી ગયેલ અને વાડી ખેતરમાં રાખેલ મગફળી પાથરાઓ ઉપર સતત વરસાદ પડતા મગફળીના પાથરા પલડી ગયેલ તેવી જ રીતે મગફળીના પલળી ગયેલ પાથરા ઉપર સફેદ તથા કાળી ફૂગ આવી જતાં પાક નિષ્ફળ તેમજ માલ ઢોરને ખાવા માટે ભૂકો પણ નિષ્ફળતા જવાની નોબત આવેલ છે ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહેલ છે.
આ પંથકમાં સોયાબીન મરચા મગફળી કપાસ વગેરે જણસીઓનુ પણ સારા પ્રમાણમાં વાવેતર થયેલ તે બધા પાકોમાં પણ નુકસાન થયેલ છે ખેડૂતોએ મોંઘા ભાવની દવા મોંઘા બિયારણ મોંઘા ખાતરની ખરીદી કરી મહા મહેનત ઉપર ટાણે પાણી ફરી વળેલ છે ત્યારે આ વિસ્તારમાં તંત્ર દ્વારા સર્વે કરવામાં આવે અને નુકસાની નુ વળતર વહેલી તકે આપે તેવી આ પંથકના ખેડૂતોની રજૂઆત થયેલ છે.