ભારે કરી… સિવિલમાં ધોબીની અનિયમિતતાથી ગંદકી… ગંદકી
તમામ વોર્ડમાં દર્દીના બેડ-કપડાં જોવા મળે છે મેલાદાટ, દર્દીઓમાં દેકારો
પ્રશ્ર્ન હલ કરવામાં RMO, મેટ્રન સહિતના સંબંધિતોએ જવાબદારીથી ખંખેર્યા હાથ?!
કોન્ટ્રાક્ટ બદલાતા સમસ્યા સર્જાઈ હોવાનો તંત્રનો લૂલો બચાવ
શહેરની સિવિલ હોસ્પિટલનો વિવાદ કેડો મુકતો નથી જાગૃત લોકોનો એવો આક્ષેપ કરી રહ્યા છે કે શહેર સિવિલહ વે વિવાદનો પર્યાય બની ગઈ છે. કોઈને કોઈ પ્રશ્ર્ને અહીં વિવાદના બીજ રોપતા રહે છે. છતાં જેઓની જવાબદારી છે તે સત્તાધિશો મને કમને વાસ્તવિકતા સ્વિકારીને જવાબદારીમાંતી હાથ ખંખેરે તેવું પણ બને છે.
આવી જ વાત સાબિત કરતી આજે વધુ એક ફરિયાદ સિવિલ હોિસ્પિટલમાંથી જાણવા મળતા હવે સંબંધિતોને ઉભા રોડે દોડવં પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. કેમ કે થોડા સમયથી અહીં વોશરમેન (ધોબી)નો લાખો રૂપિયાનો કોન્ટ્રાક્ટ બદલાતા નવાધોબીની ભયંકર બેદરકારી સામે આવી છે.
સિવિલના દર્દીઓ અને જાગૃત સ્ટાફના આંતરિકગણગણાટ શરૂ થયો છે કે, નવો કોન્ટ્રાક્ટ રાખનાર ધોબી સિવિલમાંથી દર્દીઓના કપડા, ઓપરેશન થિએટરના કપડા, ડ્રેસ બેડના ઓછાળ, ઓશિકાના કવર સહિત તમામ વોશેબલ આઈટમ ધોવા લઈ ગયા પછી સમયસર પરત કરતા નથી.
પરિણામે સિવિલમાં ચારેબાજુ મેલાદાટ કપડા, વસ્ત્રોથી આંતરિક ફરિયાદથી ગણગણાટ શરૂ થયો છે. આવો કચવાટ હવે હોસ્પિટલમાંથી બહાર આવી જતાં આ બાબતે સત્ય ખાળવા ‘ગુજરાત મિરર’ દ્વારા તપાસ કરવામાં આવતા સબંધિતોએ ફરિયાદ સ્વિકારી હતી. પણ જવાબદારીમાંથી છટકીને નક્કર પરિણામ લાવવાનો સ્વિકાર કરવાનું થાય ખાઈ ગયા છે.
મેટ્રન હેમાલીબેન વ્યાસે શું કહ્યું?
સિવિલમાં કપડા ધોવા લઈ ગયા બાદ ધોબી ભારે અનિયમિતતા દાખવતા હોવાની વાત સાચીછે કે ખોટી? તેવાગુજરાત મિરરના પ્રશ્ર્નનો જવાબ આપતા મેટ્રન હેમાલીબેન વ્યાસે જણાવ્યું હતું કે, હા.. આ બાબતે ફરિયાદ ઉઠી છે. અને આ પ્રશ્ર્ન હલ કરવા તેઓએ સુપ્રિન્ટેન્ડેન્ટ સુધી વાત પહોંચાડી છે.
આરએમઓ ડો. દુસરાએ શું કહ્યું?
સિવિલ હોસ્પિટલના આર.એમ.ઓ. ડો.દુસરાએ ગુજરાત મિરર સાથેની વાતમાં જણાવ્યું હતું કે, ધોબીની અનિયમિતતાની ફરિયાદ મળી છે. હોસ્પિટલમાં તો આવુ ચાલે જ નહીં, ધોબીએ અહીંથી દર્દીના કપડા, તબીબોના ઓપરેશન થિએટરના ડ્રેસ વિગેરે ધોવા લઈ ગયા પછી તાત્કાલીક પરત આપી જવા પડે આવી બેદરકારી ન ચલાવી લેવાય, તેઓએ એવું પણ જણાવ્યું હતું કે, આ બાબતે તેઓએ સબંધિત રાજુભાઈ ચૌહાણને જાણ કરી યોગ્ય કરાવવા સુચના આપી છે.