For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માલગાડી ટ્રેનની કેમ્પિંગ કોચ સાથે જોરદાર ટક્કર: 12 રેલ કર્મીઓને ઇજા

05:01 PM Nov 20, 2025 IST | Bhumika
માલગાડી ટ્રેનની કેમ્પિંગ કોચ સાથે જોરદાર ટક્કર  12 રેલ કર્મીઓને ઇજા

કોચ કાપીને બચાવાયા, સાઇટ પર પ્રાથમિક ઉપચાર તંબુઓ અને યુનિફાઇડ કમાન્ડ સેન્ટર બનાવાયું: આખરે મોકડ્રીલ જાહેર

Advertisement

રાજકોટ રેલવે ડિવિઝન દ્વારા આજે સુરેન્દ્રનગર સ્ટેશન પર આપત્તિ અને દુર્ઘટના વ્યવસ્થાપનની તૈયારીઓનું આંકલન કરવા માટે એક વ્યાપક મોક ડ્રિલનું સફળ આયોજન કરવામાં આવ્યું.

આ સંયુક્ત અભ્યાસમાં એનડીઆરએફ (NDRF), રેલવે અધિકારીઓ, સિવિલ પ્રશાસન, ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, આરપીએફ (RPF) તથા રાજ્ય સરકારની જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન ટીમોએ સક્રિય સહભાગિતા કરી.
ડ્રિલ દરમિયાન સવારે લગભગ 08.30 કલાકે એક કાલ્પનિક દુર્ઘટના હેઠળ એવી પરિસ્થિતિ ઊભી કરવામાં આવી કે ન્યારા એનર્જી પ્રા. લિ. સાઇડિંગથી રતલામ રેલવે ડિવિઝન સ્થિત હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન સાઇડિંગ જઈ રહેલી એક માલગાડીની સુરેન્દ્રનગર યાર્ડની લાઇન સંખ્યા 8 પર ઊભેલા એક કેમ્પિંગ કોચ સાથે અચાનક ટક્કર થઈ ગઈ.

Advertisement

આ ટક્કરના પરિણામે કોચનાં ચાર પૈડાં પાટા પરથી ઊતરી ગયાં અને તેમાં હાજર 12 રેલવે કર્મચારીઓને ગંભીર ઈજાઓ થવાની સ્થિતિ દર્શાવવામાં આવી. ઘટનાની જાણ થતાં જ રાજકોટથી એક્સિડન્ટ રીલિફ મેડિકલ ઇક્વિપમેન્ટ (ARME) તથા એક્સિડન્ટ રીલિફ ટ્રેન (ART) તરત જ સુરેન્દ્રનગર મોકલવામાં આવી. સાથે જ રેલવે અધિકારીઓ, સિવિલ પ્રશાસન, એનડીઆરએફ, ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, આરપીએફ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન દળ તથા નજીકની હોસ્પિટલોને સૂચિત કરીને રાહત કાર્યોની રૂૂપરેખા સક્રિય કરી દેવામાં આવી.

સાઇટ પર પ્રાથમિક ઉપચાર માટે તંબુઓ સ્થાપિત કરાયા, યુનિફાઇડ કમાન્ડ સેન્ટર બનાવવામાં આવ્યું તથા સહાયતા/માહિતી માટે હેલ્પલાઇન બૂથ પણ સંચાલિત કરાયા. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના, વરિષ્ઠ ડિવિઝનલ સુરક્ષા અધિકારી એન.આર. મીણા, વરિષ્ઠ ડિવિઝનલ વાણિજ્ય પ્રબંધક સુનીલકુમાર મીના તથા NDRFના વરિષ્ઠ અધિકારી અનુપમના માર્ગદર્શન હેઠળ સંયુક્ત બચાવ યોજના પર કાર્ય કરવામાં આવ્યું.
રેલવે અને NDRFની ટીમોએ સંકલિત કાર્યવાહી કરતાં કોચને કાપીને તમામ 12 ઘાયલ કર્મચારીઓને સ્ટ્રેચરની મદદથી સુરક્ષિત બહાર કાઢ્યા અને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડ્યા. વાસ્તવિક જેવી આ પરિસ્થિતિ જોઈને સ્થાનિક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. બપોરે લગભગ 11.33 કલાકે સમગ્ર પ્રક્રિયાને સફળતાપૂર્વક પૂર્ણ જાહેર કરતાં તેને મોક ડ્રિલ જાહેર કરવામાં આવી.

Advertisement
Tags :
Advertisement
Advertisement