રાજકોટ જિલ્લામાં આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી
રાજ્યવાસીઓ ગરમીથી શેકાવા થઈ જાઓ તૈયાર,હવામાન વિભાગે ગરમી વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગે એલર્ટ પણ જાહેર કરી દીધુ છે,રાજ્યના કેટલાક જિલ્લામાં હિટ વેવની આગાહી આપવામા આવી છે,કચ્છ અને રાજકોટમાં ગરમીને લઇ યલો એલર્ટ અપાયું છે,તો દરિયાકાંઠા વિસ્તારમાં ભેજયુક્ત વાતાવરણ રહેશે. રાજકોટ જિલ્લામાં આગામી 3 દિવસ સુધી હિટવેવની આગાહી કરવામાં આવે છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો 9, 10, 11માર્ચે કેટલાક જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે,કચ્છ, બનાસકાંઠા, રાજકોટમાં યલો એલર્ટ તો અમરેલી અને ભાવનગરમાં ગરમીનું યેલો એલર્ટ આપવામાં આવ્યું છે,12 માર્ચ સુધી રાજ્યમાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે ગરમ પવન ફૂંકાઈ શકે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે.
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
ચાલુ અઠવાડિયાની શરુઆતમાં લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં અચાનક ઘટાડો થતાં ઠંડી પાછી આવી હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ આ પછી ધીમે-ધીમે લઘુત્તમ તાપમાનમાં વધારો થવાનું શરુ થયું હતું. હવે આગામી દિવસોમાં દિવસના અને રાતના તાપમાનમાં વધારો થવાનું પૂર્વાનુંમાન હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.