For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માથું ફાડી નાખે એવી ગરમી, રાજકોટમાં આગામી 3 દિવસ 450 સે.ની આગાહી

12:06 PM Apr 08, 2025 IST | Bhumika
માથું ફાડી નાખે એવી ગરમી  રાજકોટમાં આગામી 3 દિવસ 450 સે ની આગાહી

રાજ્યના 7 શહેરોમાં પારો 41 ડિગ્રીને પાર, હીટ વેવથી બચવા સરકારનો એક્શન પ્લાન

Advertisement

ગુજરાતમાં આગ વરસાવતી ગરમીનું પ્રમાણ યથાવત્ રહેતા સળંગ બીજા દિવસે 7 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાનનો પારો 41 ડિગ્રીથી વધારે નોંધાયો હતકમો. સોમવારે (સાતમી એપ્રિલ) રાજકોટમાં 44.2 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 5.2 ડિગ્રીનો વધારો થયો હતો. આગામી 3 દિવસ રાજકોટનું તાપમાન 45 ડિગ્રી થવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં 42.9 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં 3.9 ડિગ્રીનો વધારો નોંધાયો હતો.

સળંગ ત્રીજા દિવસે અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી વધારે હતો. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહી શકે છે. પરંતુ હવામાન નિષ્ણાતોને મતે અમદાવાદમાં બે દિવસમાં ગરમીનો પારો 44 ડિગ્રી થઈ શકે છે. મંગળવારે (આઠમી એપ્રિલ) કચ્છમાં રેડ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા, રાજકોટ અને મોરબીમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

Advertisement

ક્યાં કેટલુ તાપમાન

રાજકોટ - 44.2
અમરેલી - 43.8
ડીસા - 43.2
અમદાવાદ - 42.9
ગાંધીનગર - 42.9
ભુજ - 42.9
વડોદરા - 41.6
ભાવનગર - 40.7
સુરત - 40.4
દાહોદ - 39.2
પોરબંદર - 38.0
જામનગર - 36.6

Advertisement
Tags :
Advertisement
Advertisement