ભાયાવદર પાલિકાની ચૂંટણી પહેલાં જ ગરમાવો: ભાજપના જ બે જૂથ સામ સામા!
પાલિકાના પૂર્વ પ્રમુખે બેઠક બોલાવી લડી લેવા કરી હાકલ
ભાયાવદર નગરપાલિકાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ ચૂંટણીમાં પોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે ભાયાવદર ભાજપના બે જૂથો સામ સામે આવી ગયા છે જેમાં ગઈકાલે ભાયાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને નયનભાઈ જીવાણીએ વાડીમાં એક મિટિંગ બોલાવી જેમાં 700 થી 800 જેટલા કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ મીટીંગ ને સંબોધન કરતા નયનભાઈ જીવાણીએ જણાવેલ હતું કે ભાયાવદરમાં આપણા જૂથનું વર્ચસ્વ છે અને આ વચેસ્વ કાયમ રાખવા માટે નગરપાલિકાની આ ચૂંટણીમાં આપણે લડી લેવાનું છે એટલું જ નહીં પરંતુ જો ભાજપમાં આપણું ધાર્યું ન થાય તો આપણે સમિતિ બનાવીને કે અન્ય પક્ષોના સીમ્બોલ લઈ આવીને પણ આપણા જૂથે ચૂંટણી લડવાની છે અને આપણે ભાજપના સામેના જૂથની ડિપોઝિટ ડૂલ થાય એવી સ્થિતિ ઊભી કરવી છે.
આમ નગરપાલિકાની ચૂંટણી જાહેર થયા પહેલા જ ભાજપના બે જૂથો સામ સામે આવી જતારાજકીય ગરમાવો ઊભો થયો છે આ બે જથ્થોમાં એક જૂથ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નયનભાઈ જીવાણી નું છે અને બીજું જૂથ રાજકોટ જિલ્લા ભાજપના મંત્રી ઇન્દ્રવિજયસિંહ જાડેજાનું છે ત્યારે નયનભાઈ જીવાણીના જૂથે મીટીંગ બોલાવી જાહેરમાં ૂવફતિંફાા માં મેસેજ અને વિડીયો મૂકી નગારે ધા નાખી દીધો છે અત્યારે ભાજપનું મોવડી મંડળ આ બંને જૂથને સાચવવા કેવા પ્રયત્નો કરે છે તે જોવાનું રહ્યું.