રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગરમીએ રેકોર્ડ તોડ્યો: 14.61 ડિગ્રી લઘુતમ તાપમાન સાથે ફેબ્રુ.માં 1901 પછી સૌથી વધુ ગરમી

11:42 AM Mar 04, 2024 IST | Bhumika
Advertisement

આ વર્ષે અલ નિનોની સ્થિતિના કારણે દેશમાં માર્ચથી મે મહિના સુધીમાં આકરી ગરમી, હીટવેવ અને લૂની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગના ડિરેક્ટર જનરલનું કહેવું છે કે ઉત્તર-પશ્ચિમ, ઉત્તર-પૂર્વ, મધ્ય અને પ્રાયદ્વિપના કેટલાક વિસ્તારો સિવાય મોટાભાગના ભારતમાં તાપમાન સામાન્ય કરતાં વધુ રહેશે. દેશના કેટલાક ભાગો તેમાં પણ વિશેષરૂૂપે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં હીટવેવવાળા દિવસોની સંખ્યા વધી જશે.

Advertisement

જો કે માર્ચ મહિનામાં ઉત્તર અને મધ્ય ભારતમાં હીટવેવની શક્યતા ઓછી છે. પરંતુ માર્ચથી મે મહિનાના સમય દરમિયાન દક્ષિણ ભારતમાં આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુના કેટલાક ભાગોમાં પણ કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. પૂર્વોત્તર ભારત, મહારાષ્ટ્રના અનેક વિસ્તારો અને ઓડિશાના કેટલાક ભાગોમાં લૂ વધવાની સંભાવના છે.

દક્ષિણ ભારતમાં માર્ચ મહિનો શરૂૂ થવાની સાથે જ ગરમી શરૂૂ થઈ ગઈ છે. તેલંગણાના હૈદરાબાદ અને અન્ય ભાગોમાં અત્યારથી ગરમીનો પારો 40 ડિગ્રીના સ્તરે પહોંચી ગયો છે. જો કે મે મહિના પછી સ્થિતિ સામાન્ય બનવાની સંભાવના છે.

ભારતમાં ફેબ્રુઆરીમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 14.61 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે 1901 પછી આ મહિનામાં નોંધાયેલું બીજું સૌથી વધુ તાપમાન છે. આ મહિના દરમિયાન, આઠ પશ્ચિમી વિક્ષેપ, ભૂમધ્ય પ્રદેશ અને તેનાથી આગળના ચક્રવાતી તોફાનોએ પશ્ચિમ હિમાલયના રાજ્યોમાં હવામાનને અસર કરી. તેમાંથી છ સક્રિય હતા અને ઉત્તર અને મધ્ય ભારતના મેદાનોમાં વરસાદ અને કરા પડ્યા હતા.

Tags :
gujaratgujarat newsheatindiaindia news
Advertisement
Next Article
Advertisement