પુત્રેષ્ણામાં બે પુત્રીની હત્યા કરી જનેતાએ કરેલો આપઘાત
પુત્ર પ્રાપ્તિ નહીં થતા બે પુત્રીને ફાંસો આપી લટકાવી દઇ પોતે સાડીથી ગળાફાંસો ખાઇ લીધો, રાજકોટના નવાગામની અરેરાટીભરી ઘટના
રાજકોટ નજીક નવાગામમાં રહેતી પરણીતાએ સંતાનમાં પુત્ર પ્રાપ્તિની ઈચ્છા પૂર્ણ નહી થતા બે માસુમ પુત્રીને ફાંસો આપી હત્યા કેઈ પોતે પણ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા આ બનાવને પગલે તેના પરીવારમાં કલ્પાંત સર્જાયો છે. પ્રાથમિક તપાસમાં પરણીતાને સંતાનમાં પુત્રની પ્રાપ્તી ન હોય છેલ્લા ત્રણ મહિનાથી પુત્ર પ્રાપ્તિ માટે દવા પણ લેતી હતી છતાં ત્રીજું સંતાન પુત્ર નહી જન્મે તે બાબતે લાગી આવતા બન્ને પુત્રીઓ સાથે પગલુ ભરી લીધું હતું. લીધાનુ પ્રાથમીક તપાસમાં બહાર આવ્યુ છે. બનાવની જાણ થતા મોડી રાત્રીના ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. નવાગામમાં શકિત સોસાયટીમાં રહેતી અસ્મીતાબેન જયેશભાઈ સોલંકી (ઉ.28) નામની મહિલાએ તેની બે માસુમ પુત્રી પ્રિયાસી (ઉ.8) અને હષીતા (ઉ.5)ને પ્લાસ્ટિકની દોરીથી ગળેફાંસો આપી છતના હુકમાં લટકાવી હત્યા કરી પોતે સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો હતો. બપોરે 3 વાગે રિક્ષા લઇ કામે ગયેલો પતી પતિ જયેશભાઈ રાતે 9 વાગે પરત આવ્યો ત્યારે મકાનમાં પત્ની અને બે પુત્રીને નહી જોતા તપાસ કરતા ત્રણેયને લટકતી હાલતમાં જોઈ દેકારો મચાવતા પાડોશના લોકો દોડી આવ્યા હતા. આ અંગે 108ને જાણ કરવામાં આવતા 108ની ટીમે આવી તબીબે મહિલા અને બે બાળકીઓને મૃત જાહેર કરી બીડીવીઝન પોલીસને જાણ કરતા મોડી રાત્રીના ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા સહિતનો પોલીસ સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો.
મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવીલ હોસ્પીટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી.પોલીસની તપાસમાં જાણવા મળ્યું કે, અસ્મીતાબેનનું પિયર સરધારના ગઢડિયા ગામ છે. અસ્મિતાબેનના ના લગ્ન 9 વર્ષ પુર્વ જયેશ સાથે થયા હતા અને બે પુત્રી પતિ અને સસરા સાથે છેલ્લા નવેક વર્ષથી નવાગામમાં રહેતા હોય અને તેના પતિ જયેશભાઈ રિક્ષા ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવતા હતા જયેશના માતા નથી પિતા વિનુભાઈ પણ રિક્ષા ચલાવે છે. અસ્મિતા અને જયેશના લગ્ન બાદ તેમને સંતાનમાં બે પુત્રીઓ હોય અને પુત્રની પ્રાપ્તી ન થતા પુત્ર પ્રાપ્તિ માટે છેલ્લા ત્રણ મહિનાથી દવા પણ લેતા હતા છતાં પુત્ર પ્રાપ્તિને લઇ અસ્મિતાબેન કેટલાક સમયથી ઉદાસ રહેતા હોય શક્તિ સોસાયટીની શેરી નંબર 6માં રહેતા 32 વર્ષીય અસ્મિતાબેન જયેશભાઈ સોલંકીએ પોતાની બે દીકરીઓ 7 વર્ષની પ્રિયાંશી અને 5 વર્ષની હર્ષિતાની હત્યા નીપજાવી હતી. આ કૃત્ય કર્યા બાદ અસ્મિતાએ પણ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ત્રણેયના મૃતદેહો મળી આવ્યા છે. એક પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોતને પગલે આસપાસના લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને શોકનું મોજું ફરી વળ્યું હતું.
સુસાઈડ નોટ કે અન્ય પૂરાવાઓ શોધવા પોલીસની તપાસ
શક્તિ સોસાયટીની શેરી નંબર 6માં બનેલા બનાવ બાદ ડીસીપી સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પ્રાથમિક દ્રષ્ટિએ આ મામલો હત્યા અને આપઘાતનો હોવાનું જણાયું છે. જોકે, આ બનાવ પાછળનું ચોક્કસ કારણ શું છે, તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે મૃતદેહોનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું છે. તેમજ મૃતક અસ્મિતાબેનના પતિ જયેશભાઈ સહિત પરિવાર સહિતના સભ્યો અને સંબંધીઓના નિવેદનો લેવાની કાર્યવાહી શરૂૂ કરી દીધી છે. તેમજ પોલીસ દ્વારા અસ્મિતાબેન દ્વારા લખવામાં આવેલી કોઈપણ સુસાઈડ નોટ અથવા અન્ય કોઈ પુરાવા મળે છે કે કેમ, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ મામલે હાલ પોલીસે અસ્મિતાબેન સામે બન્ને પુત્રીની હત્યાનો ગુનો નોંધ્યો છે.