ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

અમદાવાદ-મહેસાણામાં યોજાશે એર શોના દિલધડક કરતબો

03:25 PM Oct 13, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

દિવાળીના તહેવારો બાદ સૂર્ય કિરણ એરોબેટિક ટીમ દર્શકોને મંત્રમુગ્ધ કરશે

ભારતીય વાયુસેનાની પ્રખ્યાત સૂર્યકિરણ એરોબેટિક ટીમ (SKAT ) દ્વારા દર વર્ષે એર શોનું આયોજન કરવામા આવે છે ત્યારે આ વખતે દિવાળી પછી એટલે કે 24 ઓક્ટોબરે મહેસાણા અને 26 ઓક્ટોબરે અમદાવાદમાં અદભુત એરોબેટિક પ્રદર્શનથી ગુજરાતના આકાશને ચમકાવાશે.

1996મા રચાયેલ SKAT એશિયાની એકમાત્ર નવ વિમાનોની એરોબેટિક ટીમ છે. વર્ષોથી સૂર્યકિરણ એરોબેટિક ટીમ સમગ્ર ભારતમાં અને ચીન, શ્રીલંકા, મ્યાનમાર, થાઇલેન્ડ, સિંગાપોર અને UAE સહિત અનેક દેશોમાં 700થી વધુ પ્રદર્શન કર્યા છે. તેમના સૂત્ર સર્વદા સર્વોત્તમ દ્વારા સંચાલિત આ ટીમ ચોકસાઈ, શ્રેષ્ઠતા અને શિસ્તનું પ્રતીક છે.

ભારતમા બનાવેલા નવ હોક ખસ132 વિમાનો ઉડાડતા, પાયલટ્સ વિમાનો વચ્ચે 5 મીટરથી ઓછા અંતરે રમી શકે તેવા સ્ટંટ કરે છે.

આગામી શોમા લૂપ્સ, રોલ્સ, હેડ-ઓન ક્રોસ, બઝ અને ઇન્વર્ટેડ ફોર્મેશન જેવા આકર્ષક દિલધડક કરતબ દર્શાવવામાં આવશે.

આ વર્ષની શરૂૂઆતમા SKAT એ જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન વડોદરા, જામનગર, નલિયા અને ભુજમાં એર શો દ્વારા દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.

 

Tags :
Ahmedabadgujaratgujarat newsMehsana
Advertisement
Next Article
Advertisement