રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજકોટમાં નિવૃત્ત રેલવે કર્મી સહિત પાંચના હાર્ટફેઈલ

06:59 PM Feb 15, 2024 IST | Bhumika
Advertisement

 

Advertisement

રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં વધુ ચાર વ્યક્તિના હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં ચાલુ બાઈકે રેલવેના નિવૃત કર્મચારી, ઘરે બેઠેલા યુવક ,મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીને ચાલુ ફરજ, સદભવાના વૃદ્ધાશ્રમના વૃદ્ધ અને યુવકને આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નિવડતા પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં રૈયા રોડ ઉપર આવેલા રૈયારાજ પાર્કમાં રહેતા વિનોદભાઈ જીવનદાસભાઈ નીમબાર્ક નામના 90 વર્ષના વૃદ્ધ બપોરના સાડા બારેક વાગ્યાના અરસામાં રૈયા ચોકડીથી રૈયા ગામ તરફ પોતાનું બાઈક લઈને જઈ રહ્યા હતા ત્યારે તેમને ચાલુ બાઇકે હૃદયરોગનો હુમલો આવતા બાઈક પરથી ગબડી પડ્યા હતા. વિનોદભાઈને બેભાન હાલતમાં તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક વિનોદભાઈ રેલવેના નિવૃત્ત કર્મચારી અને તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે વિનોદભાઈ બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે ચાલુ બાઈકે આવેલો હદયરોગનો હુમલો જીવલેણ નિવડ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત અન્ય બીજા બનાવમાં રાજકોટમાં આવેલા લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતા હનુમાન બુંધયભાઈ ગુપ્તા નામનો 40 વર્ષનો યુવાન બપોરના એકાદ વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતો ત્યારે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો યુવકને તાત્કાલિક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો જ્યાં તેની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ ફરજ પરના તબીબે જોઈ તપાસી હનુમાન ગુપ્તાનું હૃદયરોગના હુમલાથી મોત નીપજયુ હોવાનું જાહેર કરતા શ્રમિક પરિવારમાં ગમગીની છવાઈ જવા હતી. પ્રાથમિક પૂછપરછમાં મૃતક પાંચ ભાઈ એક બહેનમાં વચ્ચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે હનુમાન ગુપ્તાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.

આ ઉપરાંત ત્રીજા બનાવમાં રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ ઉપર આવેલા આંબેડકરનગરમાં રહેતા અને મહાનગરપાલિકામાં સફાઈ કર્મી તરીકે ફરજ બજાવતા બટુકભાઈ વાઘજીભાઈ વાઘેલા ઉ.વ.52 આજે સવારે 150 ફુટ રીંગ રોડ ઉપર આવેલા સરસ્વતીનગરમાં નોકરી ઉપર હતાં અને સફાઈ કામ કરતા હતાં તે દરમિયાન હૃદયરોગન હુમલો આવતા બેભાન હાલતમાં ઢળી પડ્યા હતાં. આધેડને સારવાર માટે હોસ્પિટલે ખસેડાતા તબીબે મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. પ્રાથમિક પુછરછમાં મૃતક આધેડને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી હોવાનું જાણવા મળ્યું છે. ચોથા બનાવમાં સદભાવના વૃદ્ધાશ્રમમાં આશ્રય લઇ રહેલા કુકાભાઇ રાયમલભાઇ પંચાસરા (ઉ.વ.60)નું હૃદયરોગના હુમલાથી મોત નીપજતા ગમગીની છવાયા જવા પામી હતી. પાંચમાં બનાવમાં જામનગર રોડ ઉપર આવેલા હુડકો સ્લમ ક્વાર્ટરમાં રહેતા અશોકભાઇ ધીરૂભાઇ ગોરી નામનો 40 વર્ષેનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે બપોરના બાર એક વગ્યાના અરસામાં હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં યુવકનુ મોત નીપજતા પરિવારમાં શોક લાગણી પ્રસરી છે. પ્રાથમિક પુછપરછમાં મૃતક યુવાન ત્રણ ભાઇ એક બહેનમાં નાનો હતો. અને તેને સંતાનમાં બે પુત્રીઓ હોવાનુ જાણાવ મળ્યુ છે.
ઉપરોક્ત બંને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Tags :
deathgujaratgujarat newsheart attackrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement