ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સિવિલમાં યુએન મહેતા દ્વારા હૃદયરોગની ઓપીડી શરૂ

04:59 PM Jul 08, 2025 IST | Bhumika
Advertisement

રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમા હૃદય રોગનાં દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. એવામા યુએન મહેતા ઇન્સ્ટીટયુટ જેવી પ્રતિષ્ઠીત સંસ્થાની હાજરી તેમજ નિષ્ણાંત તબીબોની ટીમ એક મોટુ આશ્વાસન છે. અગાઉ સૌરાષ્ટ્રનાં અને રાજકોટનાં દર્દીઓને હૃદય રોગની સારવાર માટે અમદાવાદ કે મુંબઇ સુધીની લાંબી મુસાફરી કરવી પડતી હતી. પરંતુહવે સૌરાષ્ટ્રનાં દર્દીઓને અમદાવાદ સુધી કે મુંબઇ સુધી ધકકા ખાવા નહી પડે હવે રાજકોટ શહેરની પીડીયુ સિવીલ હોસ્પિટલમા હૃદય રોગને લગતી તમામ સારવાર મળી રહેશે. આ માટે આજથી યુએન મહેતા ઇન્સ્ટીટયુટનાં અધિકારીઓ દ્વારા અને સિવીલ હોસ્પિટલનાં અધિકારીઓ દ્વારા સિવીલ હોસ્પિટલ સ્થીત પીએમએસએસવાય બિલ્ડીંગનાં પહેલા માળે આજથી હૃદય રોગ સબંધી ઓપીડીનો શુભારંભ કરવામા આવ્યો છે.

Advertisement

આ ઓપીડીનો સમય સોમવારથી શનીવાર સવારે 9 કલાકે, બપોરે 1 કલાક સુધી રહેશે. અને બપોરે 4 વાગ્યાથી પાંચ વાગ્યા દરમ્યાન ફોલોપ ઓપીડી કરવામા આવશે. તેમજ હૃદય રોગની સારવાર રવીવાર તેમજ જાહેર રજાને બાદ કરતા વર્કીંગ દિવસોમા સેવાનો લાભ મળી રહેશે. આ તકે સિવીલ હોસ્પિટલનાં સુપ્રીટેન્ડેન્ટ તરીકે ફરજ બજાવતા અને પ્લાસ્ટીક સર્જન તરીકે ઓળખાતા ડો. મોનાલી માકડીયા એ વિગતો આપતા જણાવ્યુ હતુ કે હૃદય રોગને લગતી સારવાર માટે સૌરાષ્ટ્ર તેમજ રાજકોટનાં દર્દીઓએ અમદાવાદ સુધી યુએન મહેતા હોસ્પીટલમા ઉચ્ચ કક્ષાની સારવાર માટે ધકકા ખાવા પડતા હતા. હવે દર્દીઓ માટે ઉતમ સારવાર રાજકોટની સિવીલ હોસ્પીટલમા જ મળી રહેશે આ સમગ્ર પ્રક્રીયામા રાજકીય અને આરોગ્ય વિભાગનાં અધીકારીઓએ મહત્વપુર્ણ ભુમીકા ભજવી છે. રાજય સરકારનાં આરોગ્ય વિભાગ રાજકોટ પીડીયુ સિવીલ હોસ્પીટલનાં સતાવાળાઓ અને યુએન મહેતા ઇન્સ્ટીટયુટનાં અધિકારીઓ વચ્ચે સતત ચર્ચા અને યોજનાઓ ઘડીને આ નિર્ણય લેવામા આવ્યો હતો.

આજે હૃદય રોગને લગતી સારવાર માટે ઓપીડીનો પ્રારંભ થતા જ ડોકટર જસ્મીન પટેલ (યુએન મહેતા ) એ જણાવ્યુ હતુ કે આજથી નવા શરુ થતા ઓપીડી વિભાગથી સૌરાષ્ટ્રનાં કોઇપણ દર્દીને હૃદય સબંધીત તકલીફ જણાય તો રાજકોટ સિવીલ હોસ્પીટલનો કાર્ડીયોલોજી વિભાગનો સંપર્ક કરવો. આવનારા દિવસોમા સિવીલ હોસ્પીટલમા શરૂ થયેલી યુએન મહેતા સેટેલાઇટ કાર્ડીયોલોજી યુનીટ શહેર માટે મહત્વપુર્ણ માઇલસ્ટોન સાબીત થશે.

Tags :
gujaratgujarat newsrajkot Civil Hospitalrajkot news
Advertisement
Next Article
Advertisement