હૃદયરોગનો હુમલો : અખબાર વિતરક સહિત બે લોકો ધબકારા ચૂકી ગયા
રાજકોટમાં હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ બે લોકોના હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યા છે. જેમાં ચુનારાવાડ વિસ્તારમાં અખબાર વિતરક અને રાવકીમાં પ્રૌઢનું મોત નીપજ્યતા પરિવારરમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ શહેરમાં ચુનારાવાડ વિસ્તારમાં રહેતા અખબાર વિતરક દિનેશભાઇ રાણાભાઇ ચૌહાણ (ઉ.વ.43) સવારના સાડા ચારેક વાગ્યના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડતા તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી યુવકનું હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ હોવાનુ જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. પ્રાથમિક તપાસમાં મૃતક યુવાન ત્રણ ભાઇ એક બહેનમાં વચેટ હતો અને તેને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.
બીજા બનાવમાં શહેની ભાગોળે આવેલા લોધીકાના રાવકી ગામે રહેતા સુભાજીતભાઇ રામક્રીષ્નાભાઇ ચૌહાણ (ઉ.વ.46) પોતાના ઘરે હતા. ત્યારે વહેલી સવારે 6 વાગ્યાના અરસામાં હૃદયરોગનો હુમલો આવતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયા તેમનુ મોત નીપજ્તા ગમગીની છવાઇ જવા પામી હતી. પ્રાથમિક તપાસમાં મૃતક પ્રૌઢ મુળ ઉતર પ્રદેશના વતની હતા અને બે ભાઇ ત્રણ બહેનમાં નાના હતા. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી હોવાનુ સામે આવ્યુ છે. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.