હૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંંદગી ધબકારા ચૂકી ગઇ
વેલનાથપરામાં રિક્ષા ચાલક અને દેવપરાના વૃધ્ધનું બેભાન હાલતમાં ઢળી પડયા બાદ મોત
હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ હૃદય રોગનાં હુમલાથી અનેક જીંદગી ધબકારા ચુકી ગઇ હોવાની ઘટનાઓ રોજ બરોજ સામે આવી રહી છે ત્યારે શહેરમા વધુ બે જીંદગીનાં હાર્ટ ફેઇલ થયા હોવાની ઘટના સામે આવી છે જેમા વેલનાથપરામા રીક્ષા ચાલક અને દેવપરાનાં વૃધ્ધનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજતા બંને પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શહેરમા મોરબી રોડ પર આવેલા વેલનાથપરામા રહેતા અને રીક્ષા ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવતા મહેશભાઇ મગનભાઇ ગોહેલ નામનાં 4પ વર્ષનાં પ્રૌઢ સવારનાં નવેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતા. ત્યારે બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જયા ફરજ પરનાં તબીબે જોઇ તપાસી પ્રૌઢનુ હૃદય રોગનાં હુલમાથી મોત નીપજયુ હોવાનુ જાહેર કરતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી હતી. મૃતક બે ભાઇ 1 બહેનમા નાના હતા. અને તેમને સંતાનમા બે પુત્ર અને એક પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.
આ ઉપરાંત બીજા બનાવમા દેવપરા વિસ્તારમા રહેતા શામજીભાઇ કાનજીભાઇ મકવાણા (ઉ.વ. 70) રાત્રીનાં અગ્યારેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતા. ત્યારે હૃદય રોગનો હુમલો આવતા બેભાન હાલતમા ઢળી પડયા હતા. વૃધ્ધને સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. જયા તેમનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો. મૃતકને સંતાનમા 4 પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.