રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

હૃદયરોગનો હુમલો: વધુ બે પ્રૌઢાના શ્ર્વાસ થંભી ગયા

04:00 PM Jan 16, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

 

Advertisement

શહેરમા મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિશાન સોસાયટીમા રહેેતા પ્રૌઢાનુંં હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ હતુ. પ્રૌઢાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિશાન સોસાયટીમા રહેેતા રજંનબેન રામજીભાઇ મજેઠીયા નામના 47વર્ષના પ્રૌઢા પોતાના ઘરે હતા ત્યારે બોપરના સમયે હૃદયરોગનો હુમલો આવતા બેભાન હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયા તેમનુ મોત નિપજતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી હતી. પ્રાથમિક પુછપરછમાં મૃતક પ્રૌઢાને સંતાનમાં એક પુત્ર અને પાંચ પુત્રી હોવાનુ જાણવા મળ્યુ છે.

બીજા બનાવમાં સંતકબીર રોડ ઉપર ગોકુલનગરમાં રહેતા પ્રભાબેન વિનોદભાઇ મકવાણા નામના 53વર્ષના પ્રૌઢા વહેલી સવારે પોતાના ઘરે હતા ત્યારે બેભાન હાલતમાં ઢળી પડયા હતા. પ્રૌઢાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે નિષપ્રાણ જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. ઉપરોક બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છેે.

Tags :
deathgujaratgujarat newsheart attackrajkotrajkot news
Advertisement
Advertisement