હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વધુ ત્રણ લોકો ધબકારા ચૂકી ગયા
ગંજીવાડામાં યુવાન, મેહુલનગર અને કૃષ્ણનગરમાં બે મહિલાનાં મોત
શહેરમા હૃદય રોગનાં હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ 3 લોકો ધબકારા ચુકી ગયા છે જેમા ગંજીવાડામા યુવાન મેહુલ નગર અને કૃષ્ણનગરમા બે મહીલાનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
આ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ શહેરનાં ગંજીવાડા વિસ્તારમા રહેતા વિજય ધરમદાસ દેસાણી નામનો 37 વર્ષનો યુવાન રાત્રીનાં સાડા આઠેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતો . ત્યારે બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યો હતો જયા ફરજ પરનાં તબીબે જોઇ તપાસી યુવકનુ હાર્ટ એટેકથી મોત નીપજયુ હોવાનુ જાહેર કરતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો . મૃતક યુવાન બે ભાઇ એક બહેનમા વચેટ હતો. અને તેને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી છે.
બીજા બનાવમા કોઠારીયા રોડ પર મેહુલ નગરમા રહેતા નયનાબેન ઘનશ્યામભાઇ ફીચડીયા (ઉ.વ. 49 ) ને હૃદય રોગનો હુમલો આવતા છાતીમા દુખાવો ઉપડયો હતો . પ્રૌઢાને તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા જયા સારવાર મળે તે પુર્વે મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.
આ ઉપરાંત ત્રીજા બનાવમા સ્વામી નારાયણ ચોક પાસે આવેલા કૃષ્ણ નગરમા રહેતા ભાવનાબેન નાથુભા ગોહેલ (ઉ.વ. પપ ) પરોઢીયે પોતાનાં ઘરે હતા ત્યારે બેભાન હાલતમા ઢળી પડતા સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવ્યા હતા . જયા તબીબે ભાવનાબેન ગોહેલ હાર્ટ એટેકથી મોત નીપજયુ હોવાનુ જાહેર કરતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે. ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.