હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; જેતપુરના આધેડનું હૃદય થંભી ગયું
ધારીના જલ જીવડી અને કચ્છના રાપરમાં અકસ્માતે ગબડી પડેલા બે આધેડનાં મોત
હૃદય રોગનાં હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક માનવ જીંદગી ભરખી ગયો છે જેમા જેતપુરમા રહેતા આધેડનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો છે. જેતપુરમા ધાણીજ પુલ પાસે રહેતા કનુભાઇ નાજાભાઇ મનાતર (ઉ.વ. પ8 ) ને બે દીવસ પુર્વે હૃદય રોગનો હુમલો આવતા તાત્કાલીક સારવાર માટે જેતપુર અને જુનાગઢ બાદ રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે દાખલ કરવામા આવ્યા હતા જયા તેમનુ મોત નીપજતા પરીવાર શોકમા ગરકાવ થઇ ગયો હતો . મૃતક આધેડ ત્રણ ભાઇમા મોટા હતા . અને તેમને સંતાનમા એક પુત્ર અને એક પુત્રી છે. આ ઉપરાંત અન્ય બનાવમા ધારીનાં જલ જીવડી ગામે રમેશભાઇ ગોરધનભાઇ મકવાણા (ઉ.વ. પ7 ) પોતાનાં ઘરે બાથરુમમા હતા ત્યારે ચકકર આવતા ઢળી પડયા હતા જયારે કચ્છનાં રાપરનાં માનસીંગભાઇ સવાભાઇ ઓગાણીયા (ઉ.વ. પ0 ) રાપર પરાગપર ચોકડી પાસે ગબડી પડયા હતા બંને આધેડનુ સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા જયા તેમનુ મોત નીપજયુ હતુ . ઉપરોકત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
